________________
વીર–પ્રવચન
૨૮૨ ]
આહાર પાણીમાં સાધુ આવ્યા જાણી ખીન્ન નાખવાને સાધુને આપવા. સાધુચી ઉપજતાં ૧૬ દેષ (૧) ધાત્રીદેષ-ગ્રહસ્થાન ખાળકને સાધુ રમાડે, મીઠા વચને ખેલાવે, ચપટી વગાડી રીઝવ, હસાવે, હેત બતાવે તેથી બાળકના માબાપ રાજી થાય તે સાધુને આહાર આપે તે તે આહાર સાધુ લે. (૨) દૂતીદાષ-દૂત કે કાસદની પેઠે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગ્રહસ્થના સમાચાર પહેાંચાડી ભિક્ષા લે. (૩) નિમિત્ત દોષ-ત્રણ કાળ સબધી ગ્રહસ્થના લાભાલાભના નિમિત્ત બતાવે. ગ્રહા વિગેરે જણાવે ને આહાર લે. (૪) આવિકાગ્રહસ્થની પાસે ભિક્ષા માટે ગયા છતાં પાતાના કુળ, ગોત્ર, જાતિ, શિલ્પ વિગેરેનાં વખાણ કરી ભિક્ષા લે. (૫) નિષક–આહારને અર્થે સાધુ દીનપણું એલે કે સસારમાં સા સ્વાચી છે પણ કાઈ પરમાથી નથી કે સાધુની ખબર લે. તમારા જેવા ર્મિષ્ઠ હોય તે જ જાણે. તમે છે તે આટલી સાધુઓની સંભાળ લવાય છે ઈત્યાદિ દીન વચન વદી આહાર લે. (૬) ચિકિત્સાપ્રહરથની નાડી જોઈ રોગના ઉપચાર બતાવે ને ગ્રહસ્થને રાગી બનાવી આહાર લે. (૭) ક્રોધ પિંડ–ભિક્ષા માટે પોતાની વિદ્યા તપ આદિને પ્રભાવ દેખાડી તથા રાજ્યનું માનીતા પણું જણાવી વા શ્રાપ આપવાની ભાત દેખાડી આહાર લે. (૮) માનપિંડ-ગ્રહસ્થને મારુ માન આપી તથા સત્કાર કરી તેની ઋદ્ધિ વખાણી તેમજ પોતે છોડેલી યા વમાન ઋદ્ધિ વખાણી આહાર લે. (૯) માયાર્પિડ-ફૂડકપટ કરી, રૂપ પરાવર્તીનાદિ કળા કરી, તંત્ર ખ્યાલ દેખાડી આહાર લે. [૧૦] લાભપિંડ-કાઈ ઉદાર પ્રબળ દાન આપનાર જોઈ તથા ઘણા ઘેર ફરી ખપ કરતાં વધારે આહાર લે. [૧૧] પૂર્વ પશ્ચાત્ સસ્તવ ગ્રહસ્થના માતાપતા તથા તેના પૂર્વજોના તેમજ તેના પેાતાના વખાણ કરી આહાર લે. [ ૧૨ ] વિદ્યાર્પિ-અન્નપૂર્ણાં દેવી આ દેવતાનું વિદ્યા વડે આરાધન કરી ગ્રહસ્થના ઘેરથી આહાર લે. [ ૧૭ ] મત્રપિંડ-કામણુ, ટુમણુ, વશીકરણ કરી કિંવા મંત્ર તંત્ર વિધિથી ચમત્કાર દેખાડી આહાર લે. [૧૪] ચૂર્ણપિંડ એસડ ચુર્ણ કે વિક્રિયા કરી આપી. આહાર લે. [૧૫] યાગપિંડ—પગે લેપાદિ કરી, ચમકાર દેખાડી લેાકાને પેાતાને અનુકુળ કરી આહાર લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com