________________
વીર-પ્રવચન
[૨૧
..
>
'સમલંગી ' સ્યાદ્વાદ યાને જૈનધર્મનું એક મુખ્ય અંગ છે. રામાયણમાં પણ ‘ શ્રમણ ' શબ્દ વપરાયેલા છે દિગંબર સાધુ કર્યાં છે.
7
જેને અ ટીકાકારે
હિંદુસ્થાનમાં બૌદ્ધધર્માંથી કેટલાયે વખતે પૂર્વે જૈનધર્માં પ્રચલિત હતા એ પુરવાર કરવાને ઉપરના ટાંચણા ખસ છે. એની વિશેષ પૂર્તિ અર્થે કેટલાક ઐતિહાસિક પુરાવા પણ મૂકી શકાય તેમ છે. મથુરામાંથી મળી આવેલા કાતરકામના કેટલાક નમૂના સુચવે છે કે શ્રી મહાવીરની પૂર્વે ત્રેવીશ બીજા તીર્થંકરા થયા હતા કે જેમાંના પ્રથમ શ્રી રૂષભદેવ હતા, આ શિલાલેખા -શ્રી મહાવીર પછી સે વર્ષે કાતરાયેલા છે. હવે જો શ્રી મહાવીરજ જૈનધર્મના પ્રથમ સ્થાપક હેાત. તે મથુરાના જૈનાએ શ્રી રૂષભદેવને બદલે શ્રી મહાવીરના નામના જ લેખા કાતરાવ્યા હાત.
આથી સમજાય છે, કે હિંદમાં શ્રી મહાવીર થયા પૂર્વે કેટલાયે સમયથી કે જેની ગણના ન થઈ શકે તેવા કાળથી—જૈન ધર્માં પ્રવર્તાતા હતા કે જેની શરૂઆત શ્રી રૂષભથી થઈ હતી. વળી શ્રી પાર્શ્વનાથ પણ ઐતિહાસિક પુરૂષ તરિકે ગણાઇ ચુકેલા છે. તે બ્રહ્મદત્તના વખતમાં થયા છે કે જે ખ઼હ્મદત્ત વિષે યુદ્ધ જાતકામાં ઘણીવાર ઉલ્લેખ થયા છે. અત્યારના શેાધકાએ શ્રી પાર્શ્વનાથ માટે ક્રાઈસ્ટ પૂર્વે ૮૦૦ વર્ષ ઉપર કાળ નિયત કર્યો છે. આ બધું જૈન ધર્મનું પ્રાચીન અને બૌદ્ધ ધર્માંથી તેનું ભિન્નત્વ દર્શાવી આપે છે.
હિંદુશાઓમાં અને પુરાણામાં પણ જૈનધર્મ વિષે લખેલું મળી આવે છે. ભાગવત પુરાણ અનુસારે જૈનધર્મના મૂળ સ્થાપક શ્રી રૂષભદેવ છે કે જે કેટલાયે ક્રોડવશે ઉપર મનુના સમયમાં થયા છે. વેદમાં પણ તીર્થંકરો સબધે કહેવાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com