________________
૨૦]
વર-પ્રવચન
દ્રષ્ટિબિંદુથી જોતાં જૈનધર્મ એક નિરાળે પણ જાણવા જેવો ધર્મ છે અને માનવ જાત–અરે ! આખીયે છવરાશિની ઉત્ક્રાન્તિ કિવા સ્વ કલ્યાણમાં એણે સારો ફાળો આપે છે. જેનધર્મ એ બૌધધર્મની શાખા નથી એ વાત હવે દીવા જેવી સ્પષ્ટ છે. વળી બૌદ્ધધર્મના, ગ્રંથ “મહાવગ્ર” અને “મહા પરિનિર્વાણ સૂત” જેવામાં જ્ઞાતપુત્ર સંબંધી, તેમની માન્યતા સંબંધી, અને ગૌતમ બુદ્ધના સમેવડીયા તરીકેના. જે ઉલેખો નજરે પડે છે એ ઉપરથી, સહજ સમજી શકાય તેમ છે કે ઉભય સમકાલીન છતાં ભિન્ન માગ હતાં. જ્ઞાતપુત્ર
એ ક્ષત્રિયને એક ભાગ તાતક વા નાતક તરિકે ઓળખાતા હતા - તેમાં શ્રી વીર જન્મેલા હોવાથી પડેલું નામ છે. જ્ઞાતપુત્ર એટલે જ . શ્રી મહાવીર. શ્રી કલ્પસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રમાં ઘણું વેળા શ્રી
વીરને સ્થાને એ શબ્દનો પ્રયોગ કરાયેલ નયનપથમાં આવે છે. દર્શનસારના કર્તા શ્રી દેવનંદી આચાર્ય તે કહે છે કે શ્રી બુદ્ધ, પિહિતાશ્રવ નામના સાધુના શિષ્ય હતા કે જે પિહિતાશ્રવ સાધુ પ્રભુશ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પાટે પરંપરામાં થયા હતા. ટુંકમાં કહેવાનું એટલુંજ છે કે આ અને આવા બીજા ઉલ્લેખો પરથી સાબીત થાય છે કે બૌદ્ધધર્મ કરતાં જૈન ધર્મ જુવે છે પણ તેની શાખા તે નથી જ.
જેનધર્મ બૌદ્ધધર્મથી પણ પ્રાચીન છે કે જે વાત બુદ્ધના સમયમાં તેમની સહ મેળાપ થયેલા કેટલાક જૈન સાધુ કિવા નિઝથેના વૃતાન્ત ઉપરથી ફલિત થાય છે. આ ઉપરાંત મહાભારત પણ એ વાતની સાક્ષી પુરે છે. તેમાં કેટલેક ઠેકાણે જેનધર્મ સંબંધી ઉલેખો દ્રષ્ટિગોચર થાય છે જ્યારે બૌદ્ધધર્મ સંબધી જવલ્લેજ તેમ બન્યું હોય છે.
આદિ પર્વમાં ઉત્તકે મુસાફરીમાંથી પાછા ફરતા એક ક્ષપણકને જેયાને ઉલ્લેખ છે. પણ, એટલે જેનસાધુ.
શાંતિપર્વમાં સમભંગી ન્યાય વિષે કહેવામાં આવ્યું છે કે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com