________________
વીર-પ્રવચન
.
જવું એ પ્રકારે હદ બાંધવી. વિશેષમાં તાર કરવાની, પત્ર પાઠવવાની, છાપું મંગાવી વાંચવાની, અને તેવા પ્રકારની ઘટતી છુટ રાખી શકાય. આની ખૂબી પાલનમાં રહેલી છે. અતિચાર-(૧)ઉર્ધ્વદિફ પ્રમાણુતિક્રમ-મર્યાદા કરતાં વધારે ઉંચે જવું તે આકાશમાં વિમાનધારા. (૨) અધોદિત પ્રમાણતિક્રમ-રાખેલ હદ કરતાં વધારે નીચે જવું. ખાણ, ભોંયરા વી. માં. (૩) તિછદિર પ્રમાણુતિક્રમ ચારે દિશા વિદિશાની મર્યાદા ઓળંગવી. (૪) ક્ષેત્રદ્ધિ-બધી દિશાના ગાઉ ભેગા કરી એક દિશા વધારવી. પ્રમાણમાં હાનિ વૃદ્ધિ કરવી. (૫) સ્મૃતિ અંતર્ધાન–રાખેલ નિયમની વિસ્મૃતિ થતાં શંકાશીલ હૃદયે આગળ જવું. (૭) ભગપગ પરિમાણ વ્રત-એક વખત જેનો ભોગ થઈ શકતા હોય ત્યારે ઉપયોગ કરી શકાતો હોય એનું નામ ભોગ. દાખલા તરિકે ભોજન, વિલેપન. વિગેરે અને વારંવાર જે પદાર્થ વાપરી શકાય તે ઉપભોગ દાખલા તરિકે ઘર-સ્ત્રી ઈ. આવા બન્ને પ્રકારના પદાર્થોનું રોજ વાપરવા સબંધી પ્રમાણે કરવું અથવા તે કાયમને સારૂ મર્યાદા નક્કી કરવી. તેમજ પંદર કર્માદાન યાને કમ આવવાના ખાસ વ્યવસાય છોડવા તત્પર બનવું. પંદર કર્માદાન-(૧) ઈગાલકર્મ ઈંટ, ચુને, નળીયા, ધુપેલી આદિ પકવવા ભઠ્ઠી કરવી. (૨) વનકર્મ—ખેતી, વાડી, શાક, લાકડાં કે વન કપાવવાને વેપાર કરવો. (૩) સાડી કર્મ—રથ, ગાડી, રેંકડા, હળ ફેરવવાને ધધ કરે. (૪) ભાડાકર્મ—ગાડી, ઘોડા, બળદ, મોટર પ્રમુખને ભાડે ફેરવવા સંબંધી વેપાર કરવો. (૫) ફેડકર્મ–દારૂ તથા શસ્ત્રોથી જમીન ફડવાનો ધંધે કરવો. (૬) દંતવાણીજ્ય--હાથીદાંત વી. ને વેપાર કરવો. (૭) લાખવાણિજ્ય-લાખ આદિ પદાર્થોને વેપાર. (૮) રસવાણિજ્ય-મધુ, માખણ, ઘી, તેલ, વી. ને વેપાર. (૯) વીષવાણિજ્ય-અફીણ, ઝેર, સેમલ આદિ ઝેરી પદાર્થોને વેપાર. (૧૦)કેશવાણિજ્ય–પશુ પ્રમુખના વાળ, પીંછા, ઉન તથા દાસદાસી તેમજ ચૌપદ પ્રાણીઓને વિય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com