________________
વીર-પ્રવચન
[૨૪૫
અવશ્ય સ્વ સ્વરૂપ ઝાંખી કરાવે છે. ગ્રહસ્થ વધુ ન કરી શકે તે પણ બે ઘડી (૪૮ મિનિટ) રૂપ સામાયિક જરૂર કરી શકે. જેનાથી આટલું પણ ન બને તે અર્ધો કલાક ધાર્મિક વાંચનનો નિયમ રાખે.
૪. સંયમ-ઇાિની વૃત્તિઓ પર કાબુ અને મનની અખલિત તરંગમાળા પર અંકુશ એ ચોથું કાર્ય. જે કે ઉત્કૃષ્ટ રીતે તે સત્તર પ્રકારનું છે. એ સંબંધી સાધુ ધર્મ વેળા વિશેષ કહેવાશે છતાં સંસારસ્થ આત્માઓએ પણ ઘેડા અંશે અહર્નિશ એનું પાલન કર્યું જ છુટકે છે. ચંચળ ઈદ્રિ અને મનને જે છુટા મેલી દેવામાં આવે તે આત્માને તે કયાં ઘસડી જાય એ કહેવું મુશ્કેલ છે. જેમ બને તેમ આત્માને વિષયમાંથી રાકી પ્રવૃત્તિમાં વાળવો એજ સંયમ. એમાં પણ ઇધિ કરતાં મનને વશ કરવું ઘણું મુશ્કેલ છે. તેથી તે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું’ એમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજે કહ્યું છે. વૃત્તિઓ અને વાસનાના દાસ થવું સહેલ છે પણ એના સ્વામી બનવામાં જ સાચી મુશ્કેલી છે. તેથી તે સંબંધી અભ્યાસ સદૈવ ચાલુ રાખવાનું છે. અભ્યાસ દ્વારાજ પાંચ ઇન્દ્રિયના વેવીશ વિષય પર અને મનના અગણિત તરંગો પર અંકુશ આવતો જશે. સરવાળે તે આખીયે અશુભ પ્રવૃત્તિ તરફ ઢળી જતા વિકારમાં અટવાઈ જતાં અને વિલાસમાં મુંઝાઈ જતાં આત્માને રક્ષી લઈ–બચાવી લઈ,-શુભ પ્રવૃત્તિ પ્રતિ દેરવાનો છે અને એ વાત ઈદ્રિય તથા મન પર અંકુશ આપ્યા સિવાય શક્ય નથી. રેજ પ્રત્યે સંખ્યાબંધ પ્રસંગે બને છે; જેમાં વિના કારણ આત્મા માત્ર રસવૃત્તિથી જ કર્મબંધન કરે છે. આ સંબંધે બરાબર ધ્યાન અપાય તે ઈદ્રિયોના કેટલાયે વિકાર પર સહજ કાબુ આવી જાય. એવી જ રીતે મન-વચન-કાયાના ગો પણ જુદી વસ્તુ છે અને એમાં આસક્તિ રાખવી એ એક જુદી વસ્તુ છે, તેને જાણવા માટે પ્રતિબંધ છે જ નહિ, આસક્તિ પર કાબુ મેળવી રફતે રફતે સર્વથા એને પૂર્ણતયા ત્યાગ આદરવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com