________________
=
=
વીર–પ્રવચન
[ ૧૫ પણ તમને નહીં જડે રાગાદિ અઢાર દૂષણ રૂપ કર્મશત્રુઓને પરાસ્ત કરવા માટે સંસારના સુખને ઠેકરે મારી, રાજ્ય મહાલયના વૈભવને ત્યાગ કરી. લાવણ્યવતી લલનાઓના સ્નેહને છોડી દઈ એ મહાનુભાવોએ વૈરાગ્ય પૂર્વક પ્રવજ્યા સ્વીકારી, અરણ્યવાસ આદરી, મૌનદશાનું અવલંબન ગ્રહી, દેવદેવી દાનવરાક્ષસ અને મનુષ્યતિચાદિના કરેલા મરણાંત ઉપસર્ગોને પણ સમતા રાખી સહન કર્યા, તે પણ બળ હોવા છતાં ને હાથમાં હથિયાર પકડ્યા વગર માત્ર ઉઘાડી છાતીએ. વળી જ્યાં એવા ઉપસર્ગો સારા પ્રમાણમાં થઈ આવે તેવા અનાર્ય દેશમાં એકાકી વિચરી, ઇંદ્રાદિક દેવોની માગણી છતાં તેમની જરાપણ સહાય ન સ્વીકારતાં કેવળ પિતાના આત્મબળે એ સર્વ સહન કરી, અપૂર્વ એ કેવળજ્ઞાખન–સમસ્ત વિશ્વના સકળ સ્વરૂપને હસ્તામલકવત. દેખાડનાર અપમ આરસાને-પ્રાપ્ત કર્યું. આ તે પ્રતિકુળ સંગોની વાત કરી, પણ અનુકુળ સંયોગે કંઈ ઓછા નથી સહ્યા. દેવાંગના-મ એએ પિતાના અંગે ઘસીને “કામ” જગાવી ચલાયમાન કરવા સારૂં કઈ કંઈ યો કર્યા છે છતાં, આ દઢ મનોબળી આગળ એ સર્વ છારપર લીંપણ સમાં વૃથા ગયા છે. ત્યારે જ કૈવલ્ય જેવા સ્થાયી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એ દ્વારા પ્રભુશ્રીએ કલેકના ભાવો જોઈ સ્વ ઉપદેશ શૈલી નક્કી કરી છે. પછી જ કેવળ ભાવદયાથી ખેંચાઈ મૌન તોડી જનતામાં પોતે જે અનુભવેલ છે, એવા જ્ઞાન વારિધિમાંથી અમૃતતુલ્ય વાણમાં ઉપદેશના વહેણ શરૂ કર્યા છે. મોહમાં ફસાઈ જઈ બાળચેષ્ટા કરનારા કિંવા તપ કે કષ્ટથી ભય પામનારા એમની સરખાઈમાં જરાવાર ભાગ્યે જ ઉભા રહી શકે તેમ છે. એક તરફ ચરણમાં રૂપના અંબાર સમી લલનાઓ પડવા છતાં જે બ્રહ્મચર્યવ્રતમાંથી રજમાત્ર ખસતા નથી. બીજી તરફ અંગનાઓ પર મેહ પામી, પોતાના કાર્યોને વિસરી જઈ એના પગે પડવા જનાર આત્માઓ વચ્ચે જરા સરખામણી કરે તે કેટલું અંતર લાગે છે? કયાં આ અને ક્યાં તેઓ બિચારા ? રાજર્ષિ ભર્તુહરિએ ખરૂં જ કહ્યું છે કે કંદર્પદદિલને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com