________________
૧૪]
વીર-પ્રવચન
શિડું વધતું ગ્રહણ કરવા જેવું જરૂર છે. તેથી જ આનંદઘનજી જેવા આધ્યાત્મિક તત્ત્વવેત્તા “ષટ્ર દર્શન છમ અંગ ભણજે, ન્યાય પગ જે સાધેરે.” એમ કહેવા લલચાયા છે. ઉક્ત ધર્મો અકેક નય પ્રમાણે સાચા કરી શકે છે, પણ સત્ય કેવળ એક નયામાં નથી રમતું એ વાતને લેખંડના ટાંકણે કાતરી રાખવાની છે, સાત નય કિંવા વ્યવહાર નિશ્ચયરૂપ બે નયથી કસોટી કર્યા બાદ જે વચન સે ટચના સેના બરાબર તવાઈ મૂળરૂપમાં બહાર આવે છે તે જ ખરાં છે. ચાદ્દવાદની ખૂબ જ ત્યાં રહેલી છે એટલે જ અત્રે કહેવું પડે છે કે, ઉક્ત માર્ગોમાં પૂર્ણ પણે મેં રહેલું નથી. આત્મધર્મ વિષે ત્યાં જુજ કહેવાયું છે. એની પૂર્ણતાના ઈચ્છકે શ્રી અરિહંતના વચને પર લક્ષ આપે જ છુટકે છે. આમ છતાં એ પથેની કે તેના પ્રણેતાઓની લેશે માત્ર નિંદા કરવાની સખત મનાઈ કરેલી છે. આવી ઉદારતા એજ સત્યધર્મની કેટલીક વિલક્ષણતાઓમાંની એક છે. સત્ય એવી વસ્તુ છે કે તેને વિજય નિઃશંક રીતે સર્જાયેલ જ છે. તેને સામાની વચનાનું જેમ પ્રજન નથી તેમ પોતાપરની ટીકાથી ગભરાવાપણું પણું નથી. સર્વજ્ઞ પ્રભુને ધર્મ યાને જૈન ધર્મ એ એકજ એવો માર્ગ છે કે જ્યાં દેવની મૂર્તિ પ્રત્યે નજર નાંખતાં ક્વળ શાંત દશા કે વીતરાગ દશાના સાક્ષાત્કાર સિવાય બીજું કંઈ દેખાવાનું જ નહી, અને દેવના ચરિત્રમાં ઉંડા ઉતરતાં નિશ બહારના શત્રુઓને મિત્ર માની માત્ર આત્માના ખરા શત્રુઓ જે છે તેમના સામું જ યુદ્ધ ખેડાયલું નજરે પડશે. ન તે બાળચેષ્ટા દેખાશે કે ન તે અભિમાન કે ગર્વના પ્રસંગે જોવા મળશે. નમ્રતા--સરળતા-સહનશીલતા-દતા અને આત્મકલ્યાણ અભિમુખતા આદિ ગુણે સબધે જ વાત હશે; શ્રી અરિહંતની મૂર્તિ તરફ એકાદ નજર ફેંકા, એટલે જ એમાં રહેલી રાગદ્વેષાદિ દોષ વગરની શાંતદશા, તેજસ્વી સૌમ્યતા, અલૌકિક સમભાવ, પ્રસન્ન વદન, ગંભીર મુદ્રા, જ્ઞાનપૂર્ણતારૂપઉત્કૃષ્ટ ગુણે ઉડીને આંખે વળગશે. પદ્માસન આકૃતિમાં વિરાજતી એ મૂર્તિમાં રાગ કે દ્વેષનું એક બિંદુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com