________________
વીર-પ્રવચન
[ ૨૦૫
ગર્ભનું પરિવર્તન થઈ જશે. ચોથું પુરૂષકાર (પુરૂષાર્થ) પુત્ર ઉત્પન્ન થવામાં પુરૂષાર્થની પણ જરૂર છે. કુમારી કન્યાને પુત્ર કદી ઉત્પન્ન ન જ થાય. આમ ચારે કારણો હોવાની સાથે કર્મ (ભાગ)માં હશે તે જ થશે, નહિ તે ગર્ભનાશ પણ થઈ જાય; અર્થાત માતા પિતાના પ્રયાસ સાથે સંતાનનું ભાગ્ય જરૂરી છે. આ સમવાય ને બીજી રીતે વિચારીએ. પાંચ ભરત તથા પાંચ અરવૃત રૂપ દશક્ષેત્રોની અપેક્ષાએ અવસર્પિણી કાળે ચોથો આરે અને ઉત્સર્પિણી કાળે ત્રીજે આરે–એ કાળે જીવ મોક્ષનું સાધન કરી કાર્ય કરે તેથી–કારણ રૂપ માન્યા છતાં પ્રશ્ન થશે કે કેમ અભવ્ય જીવ કાર્યસિદ્ધિ કરી મુક્તિ પામતા નથી ? એટલે તરત જ બીજું કારણ સ્વભાવ સ્વીકારવું પડશે. એનામાં મોક્ષ. જવા રૂપ સ્વભાવ જ નથી. પાછે પ્રશ્ન થશે કે ભવી જીવમાં તો તે સ્વભાવ છે તેનું કેમ ? એટલે નિયતિ રૂપે કારણ ખડું થશે; ત્યાં લગી ભવીપણું પણ કામ નજ લાગે. વળી પ્રશ્ન થશે કે આણંદ, કામદેવ શ્રાવકને તે પણ હતું છતાં મેક્ષ કેમ ન પામ્યા ? વળી શ્રેણિક રાજા તે ક્ષાયિક સમકિતી હતા ને? ત્યાં ચોથું કારણ પૂર્વકૃત અર્થાત જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ આડા ઉભા. આયુષ્યને બંધ અગાઉ પડી ચૂક્યું હતું એટલે એને ભોગવ્યા વિના તે આગળ વધી શકે તેમ હતું જ નહીં. તે પછી મરૂદેવી માતાને ચાર કારણ મલ્યા પણ પાંચમે ઉદ્યમ યા પુરૂષાર્થ કઈ કીધો નથી છતાં મુક્તિ કેમ પ્રાપ્ત થઈ? ક્ષપક શ્રેણિએ ચઢવાને શુકલ ધ્યાન ધ્યાવા રૂપ ઉદ્યમ તેમને કર્યો છે ત્યારે જ મુક્તિને પામ્યા છે. ટૂંકમાં કહેવાનું એટલું જ કે પ્રત્યેક કાર્ય નિષ્પત્તિમાં ઉપરોક્ત પાંચ કારણોને યોગ આવશ્યક છે. પાંચ આંગળીઓની માફક ભેગા મળી તેઓ કાર્ય સર્જન કરે છે. અલબત એમાં ઓછાવત્તાપણાની કિવા ક્રમ ઉલટાઈ જવાની વિચિત્રતાઓ રહેલી છે. કેઈક વાર પુરૂષાર્થ જેર કરતે દેખાય છે, તે કાઈકવાર કર્મનું પ્રાબલ્ય દષ્ટિગોચર થાય છે. આ સંબંધમાં ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં શ્રી વિજયલક્ષ્મી સૂરિ મહારાજે વિસ્તારથી દાખલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com