________________
૨૦૦
વીર-પ્રવચન
તેથી બમણું=૫૧ અન્ય બે દિપમાં છે. કુલ ( ૫૧+૧૦૦+૧૨ ) ૨૫૫ આર્ય દેશે છે. વળી મહાવિદેહ પણ આર્યદેશમાં જ ગણાય છે, આર્યોના નિમિત્ત ભેદથી નિમ્નલિખિત છ ભેદ થાય છે. (૧) ક્ષેત્ર આર્ય–જે ઉપરોક્ત આદેશમાં ઉત્પન્ન થાય છે. (૨) જાતિ આર્ય જે ઈક્વાકુ, વિદેહ, જ્ઞાત વિ૦ વત્પન્ન હોય છે. (૩) કુળઆર્યજે કુળકર, ચક્રવર્તી, બળદેવાદિકના કુળમાં ઉપ હોય છે. (૪) કર્મ આર્ય=જે યજન-વ્યાજન, પઠન-પાઠન, કૃષિ, લિપિ આદિ ધધા કરી ગુજરાન ચલાવે છે. (૫) શિલ્પ-આર્ય=જે વણકર કુંભકારાદિની કળા વડે આજીવિકા ચલાવતા હોય છે. (ક) ભાષાઆર્ય=જે શિષ્ટ પુરૂષ (તીર્થંકરાદિ વડે) વડે બેલાતી એવી અતિશયાસંપન્ન સંસ્કૃત, માગધી વિ૦ થી વ્યવહાર ચલાવે છે. ઉક્ત છ--પ્રકારથી વિપરીત લક્ષણવાળા સૌ અનાર્ય કે શ્લેષ્ઠ છે.
જ્યાં મેક્ષમાર્ગના પ્રણેતા ઉત્પન્ન થાય તેમજ જ્યાં તે માર્ગના ઉપદેશક વિચારતા હોય છે અને જ્યાં ક્ષત્રિયવટ, વાણિજ્ય તથા ખેતીવાડી વિગેરેથી ગુજરાન ચલાવતા હોય તે કર્મભૂમિ છેઆ રીતે પાંચ ભરત, પાંચ ઐત્રિત અને પાંચ મહાવિદેહ મળી કુલ પંદર કર્મભૂમિ છે. બાકીના ૨૦ ક્ષેત્રો, ૫૬ અંતદ્વીપ તેમજ પાંચ ઉત્તકુરૂ અને પાંચ દેવકરમાં યુગલિક ધર્મજ માત્ર પ્રવર્તે છે, ત્યાં ચારિત્ર ધર્મ જરાપણું નથી હોતો. અસિ-મશિ ને કૃષિ રૂપ વ્યવસાયના અભાવે એ સર્વ અકર્મ ભૂમિ છે.
ઉક્ત જીવોના આયુષ્ય સબંધી વાત આગળ આવી ગઈ છે. અમુક પ્રકારના દેહમાં અમુક કાળ જીવન ગાળવું તે ભવસ્થિતિ, ને તેમાં વારંવાર જન્મ મરણ એક સાથે કર્યા કરવા તેનું નામ સ્વકાસ્થિતિ એ ઉભય પ્રકાર, આયુષ્ય અથવા દેહધારી અવસ્થાના પ્રમાણના છે.
ભુવનપતિ અને વ્યંતર–વાણવ્યંતરદેવ અધલેકવાસી છે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com