________________
વીર–પ્રવચન
[ ૧૯
બીજે છેડે પુષ્કર સમુદ્રને અડકે છે; જંબુદ્વિપમાં જેટલી નદી, ગામ, શહેર, પર્વત આદિ છે તેથી બમણું ધાતકીખંડ અને પુષ્કરવરદ્વિપમાં છે. પુષ્કરવર દ્વિપને છેડે આવેલ માનુષત્તર પર્વત અર્ધ દિપ પ્રમાણુ છે. ત્યાં અને તેની આજુબાજુ આગળ, મનુષ્યોની વસ્તી જ નથી, તેમ ઉત્પત્તિ પણ નથી જ.
માનુષોત્તર પર્વત પુષ્કવર દ્વિપને મધ્યભાગેથી કિલ્લાની માફક ગોળ, મનુષ્ય લેકને ઘેરીને રહેલો છે. આ પર્વત બેઠેલા સિંહના આકારને છે; ને ૧૭૨૧ યોજન ઊંચે છે, ૪૩૦ એજનને ૧ ગાઉ જમીનમાં છે, તેને નીચલો વિસ્તાર ૧૦રર જન, મધ્યમા ૭૨૩ યોજન અને ટેચ ઉપર ૪૨૪ જન છે. આ પર્વતની અંદર આવેલ અઢીદ્વિપમાંજ મનુષ્યના જન્મ તેમજ મરણ થાય છે. તેની બહાર કોઈપણ માનવીનું જન્મ કે મરણ થતું નથી. વિદ્યાસંપન્ન વિધાધરે કે વિદ્યા વા લબ્ધિધારી મુનિએ આ અઢીદ્દિપની બહાર જઈ શકે છે; પણ તેમના જન્મમરણ તે મનુષ્યલકની સીમાની અંદર જ થાય છે.
વળી એમ પણ ન સમજવું કે માનુષાર પર્વતની અંદર આવેલ અઢી દ્વિપ ને બે સમુદ્રમાં સર્વત્ર મનુષ્યની જ વસ્તી હશે, આ અઢી દ્વિપમાં ૫ મેરૂ, ૩૦ વર્ષધર પર્વત અને ૩૫ ક્ષેત્રો આવેલાં છે તે ઉપરાંત ૫ ઉત્તરકુર ને ૫ દેવકુરૂની બેગ ભૂમિઓ છે; દરેક મહાવિદેહની બત્રી વિજય ભરતક્ષેત્રના પ્રમાણની છે. એ રીતે વિજયે બધી મળી ૧૬૦ થાય છે. ઉપરાંત લવણ સમુદ્રમાં પ૬ અંતરક્રિય છે. આ ગણવેલા સ્થાનમાં જ માત્ર મનુષ્યની વસ્તી છે; છતાં વ્યવહારમાં ક્ષેત્ર જન્મથી ગણતું હોવાથી અહીદીપને મનુષ્યલક કહેવાય છે. જો કે સંહરણથી, વિદ્યા કે લબ્ધિથી, કેાઈક મુનિ અઢીદ્વિપ બહાર બે સમુદ્ર કે તેથી પણ આગળ જઈ શકે છે. એટલું જ નહિ પણ મેરૂ પર્વતની ચૂલિકા સુધી પણ પહોંચી શકે છે ને ત્યાં રહી પણ શકે છે; છતાં મરણ તે અઢીદ્વિપમાં જ થાય છે.
ભરત તથા ઔરતમાં-દરેકમાં સાડીપચીશ આર્ય દેશ છે તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com