________________
વર–પ્રવચન
L[ ૧૮૯
અંગે પાંગ, સમચતુસ્ત્ર સંસ્થાન, નિર્માણ નામકર્મ, છન નામકર્મ, વર્ણ, ગંધ, રસ, ને સ્પર્શ મળી ચાર તથા અગુરૂ લધુ, ઉપધાત, ઉચ્છવાસ મળી કુલ ત્રીશ પ્રવૃત્તિઓને અંત કરીએ ત્યારે સાતમે (છેલે) ભાગે ૨૬ પ્રકૃતિઓનો બંધ હોય છે.
(૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક-પૂર્વે વર્ણવેલી ૨૬ માંથી, હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય, મળી ચારને કમી કરતાં ૨૨ રહે તે આગુણઠાણના પ્રથમ વિભાગે સમજવી. અગાઉ માફક અને પણ પાંચ ભાગ પાડવાના છે. તેથી પહેલાની ર૨ માંથી પુરૂષ વેદ જતાં બીજે ૨૧, સંજવલન ફેધ જતાં ત્રીજે ૨૦, સંજવલન માન જતાં ચોથે ૧૯, અને સંજવલન માયા જતાં પાંચમે ૧૮ ને બંધ હોય.
(૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક–અનુક્રમે સંજવલનને લેભ. જતાં આ ગુણઠાણે માત્ર સત્તર પકૃતિઓને બંધ હોય
(૧૧) ઉપશાંત મેહ ગુણસ્થાનક–આ સ્થિતિ પ્રાપ્ત થતાં સાંપસાયિક યાને કષાય થકી જે બંધાય છે તેવી નિમ્નલિખિત ચહ્યું, અચકું, અવધિ ને કેવળ રૂપ ચાર દર્શનાવરણીય તથા ઉચ્ચગોત્ર, યશનામ કર્મ તેમજ જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની પાંચ પાંચ ગણુતાં કુલ ૧૦ મળી સરવાળે ૧૬ પ્રકૃતિને છેદ થાય છે. કારણ કે આગળ કષાયને ઉદય હોતો નથી. ચાલુ ગુણઠાણે માત્ર યોગ પ્રત્યયિક
એક શાતા વેદનીયને જ બંધ છે. ' ' (૧૨) ક્ષીણમેહ તથા (૧૩) સગી કેવલી ગુણ-સ્થાનકે માત્ર એક શાતા વેદનીને જ બંધ છે.. .
(૧૪) અગિ કેવલી ગુણસ્થાનક-ઉપરોક્ત શાતા વેદનીયને બંધ છે તે પણ બે સમયની સ્થિતિને લેવાથી એક સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિર્જરે એટલે સાગિ ગુ. સ્થા ના અંતે તે બંધને પણ અંત આણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com