________________
વીર-પ્રવચન
[ ૧૮૭. *
ઉદયમાં આવવા દેવું તે. ૩. ક્ષાયિક સર્વથા યાને જડમૂળથી ક્ષય કરી. નાંખવાનું કાર્ય.
(૩) મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાનક આની સ્થિતિ બહુ ટુંક સમયની છે. પ્રથમ ગુણસ્થાનકે વર્તતી દશા પરથી આપણે જોયું કે ત્યાં સત્ય : માટેને ચેક અણગમે છે, જ્યારે બીજા સાસ્વાદને મિથ્યાત્વ પ્રત્યે કંઇક અંશે દબાણ યાને અંકુશ જેવું છે, જ્યારે અત્રે નથી તે સત્ય પ્રત્યે અનુરાગ કે અણગમો હતા. માત્ર નજર સામે તે રજુ થાય છે ત્યારે વળગણ વિનાની દશા વર્તે છે. આવી દશા પ્રાપ્તિના કારણભૂત મિશ્ર મોહનીય કર્મ છે.
બીજે રહેલી ૧૦૧ પ્રકૃત્તિમાંથી માત્ર બીજા ગુણસ્થાનકે જેને સદ્ભાવ છે એવી આગળ નિર્દિષ્ટ કરેલી ૨૫ પ્રકૃત્તિ જતાં ૭૬ રહે છે. વળી અત્રે દેવાયું કે નરકાયુને બંધ પણ ન પડે એટલે એ બે જતાં ૭૪. કારણ કે મિશ્રદ્રષ્ટિ પરભવનું આયુ બાંધી શકે નહિં એવું આગમ વચન છે. જે પચીશની અહીં મના કરવામાં આવી છે તેમાં તિર્યંચાયને ઉદ્યોત તિર્યંચ પ્રાયોગ્ય હોવાથી તેમજ એ સિવાયની બાકીની ૨૩ તીવ્ર સંકલેશે બંધાતી હેવાથી મિશ્ર અને તેથી આગળના ગુણસ્થાનકમાં એનું બંધન ન હોય.
(૪) અવિરતિ સમ્યકત્વ ગુણસ્થાનક-ઉપર કહેલી ૭૪ માં જિનનામ તેમજ દેવાયુ અને મનુષ્યાય રૂપ ત્રણ ઉમેરતાં છ૭ પ્રકૃતિને બંધ હોય. જિન નામને બંધ સમ્યકત્વ પ્રત્યયિક હેવાથી પ્રથમના ત્રણ ગુણસ્થાનકે નજ હેય.
(૫) દેશવિરતિ ગુણસ્થાનક–અહીં વજી રૂષભ નારા સંયણું મનુષ્યગતિ-આયુ અને આનુપૂર્વીરૂપ ત્રિક-અપ્રત્યાખ્યાનીય કષાયની ચોકડી-ઔદારિક શરીર ને તેના અંગોપાંગરૂપ દશ કર્મ પ્રવૃત્તિઓને બંધ ન હોવાથી ૬૭ બાકી રહે. દેશવિરતિ આ દશ ન બાંધે; કેમકે આ સ્થિતિ કષાયચતુષ્ક વિનાની છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય હોવાથી સમ્યક્દ્રષ્ટિ દેવતા અને નારકી તે બાંધી શકે, પણ તેમને આ ગુણસ્થાનક હેતું નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com