________________
૧૮૬ ]
વીર-પ્રવચન
બંધાવા જેવા છે. આ તે નિમિત્ત જેવા છે બાકી બધું તે આત્માના અધ્યવસાય પર અવલંબે છે.૧ તિર્યંચ ગતિ, ૨ તિર્યંચાયુ, ૩ તિર્યંચાનુ પૂર્વી, ૪ થીણુદ્ધિનિદ્રા, ૫ નિદ્રાનિદ્રા ૬ પ્રચલા પ્રચલા, ૭ દુર્ભાગ્ય નામ કર્મ, ૮ દુર, ૯ અનાય, ૧૦/૧૩ અનંતાનુબંધી કષાયની ચેકડી, ૧૪ ન્યધ સંસ્થાન, ૧૫ સાદિ સંસ્થાન, ૧૬ કુન્જ સંસ્થાન, ૧૭ વામન સંસ્થાન, ૧૮ ઋષભનારા સંધયણું ૧૯ નારાચ, ૨૦ અર્ધનારાચ, ૨૧ કિલીકા, ૨૨ નીચગોત્ર ૨૩ ઉદ્યોત નામ કર્મ, ૨૪ અશુભ વિહા ગતિ, ૨૫ સ્ત્રી વેદ,
પ્રથમના ૧૧૭ માંથી મિથ્યાત્વગુણ સ્થાનક સિવાય અન્યત્ર જેને સદ્ભાવ નથી એવા અગાઉ વર્ણવેલા ૧૬ જતાં બાકી * રહેલાં ૧૦૧ કર્મભેદને બંધ અહીં વર્તે છે. આ સ્થાનકે પાંચ મિથ્યાત્વના કારણભૂત કર્મો કે આહારક ગ વા આહારક મિશ્રયોગ કામ કરતા નથી. એ ભૂલવું જોઈતું નથી કે આપણે આ વાત કરી રહ્યા છીએ તે કેવળ બંધન આશ્રિત છે. કર્મોની બંધન ઉપરાંત ઉદય, ઉદીરણું અને સત્તારૂપ બીજી ત્રણ દશા છે. તેની સામાન્ય સમજણ આ પ્રમાણે (૧) બંધ કે જીવને કર્મ સહ સખત રીતે કે ચોંટી જવાની ક્રિયાને કહેવામાં આવે છે. (૨) ઉદય કે જે કર્મોના પાકવાથી ફળ પરિણામ દેખાડતી દશા એટલે કે ભગવવાને સમય. (૩) ઉદીરણું એવી વસ્તુ છે કે તે વડે કર્મોને પરિપાક સમય આવ્યા પૂર્વે તપાદિ સાધન મારફતે તેમને ભેગવી લેવાની દશામાં મૂકવા તે; અર્થાત ઉત્તેજના કરી ભાગ સન્મુખ કરવા. (૪) સત્તા તેજ વસ્તુનું નામ છે કે જે કર્મો બંધાય અને તેનાથી સદંતર છુટા થયા વચ્ચેની સ્થિતિ બતાવે છે એટલે કે ભગવાયા વિનાના-સુતાં કર્મોને પુંજ, કર્મને નષ્ટ કરવાની ત્રણ રીતનો પણ એ સાથે વિચાર કરી લઈએ. ૧. ઉપશમ–દબાવવું તે, અર્થાત્ કર્મ જાગ્રત થવાને કે લાગવાનો સંભવ જણાતાં તરત જ ઈચ્છા શક્તિથી તેને દબાવી દેવાનું કાર્ય. ૨. ક્ષયપશમથડે અંશે દબાવવું અને થોડે અંશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com