________________
૧૭૦ ]
વિર–પ્રવચન
મુસાફર કલાન્ત થવાથી વિશ્રામ લેવાને અભિલાષી છે, છતાં આ તપના તાપથી બચવા સારૂ વૃક્ષની શીળી છાંયડી શોધે છે અને તે મળતાં જ વિશ્રાનિત સારૂ લે છે તેમ થોભવું–અટકવું એ પદાર્થના હાથની વાત હોવા છતાં શીળી. છાયા રૂપ અધર્માસ્તિકાયની ત્યાં અવશ્યમેવ અગત્ય છે. આમ ગતિ-સ્થિતિના સ્ટાયદાથી ઉક્ત પદાર્થો જીવ–પુદ્ગલોને નિમિત્ત કારણ રૂપ છે જ. જે આ પદાર્થોનું અસ્તિત્વ અસ્વીકૃત કરવામાં આવે તે ચૌદ રાજકા–કાશને છેડી છવ–પુદ્ગલો અલકા-કાશમાં કયાં લગી ગતિવંત રહ્યા કરત એ એક ગુંચવણ ભર્યો પ્રશ્ન છે. ક્યાં સદા ગતિ થાત અથવા તે કાયમને સ્થિતિ પ્રસંગ આવત; એટલે કે ચૌદ રાજલકના પ્રાંત ભાગે આ ઉભય પદાર્થોને છેડે આવતા હોવાથી જીવાદિ વસ્તુઓનું તે છેવટનું સ્ટેશન. થઈ જાય છે. અલકાશમાં એ પદાર્થો ન હોવાથી જવાપણું રહેતું જ નથી. લેકાકાશ એટલે ચૌદ રાજલક પ્રમાણ સ્થાન. આકાશનો સ્વભાવ અવકાશ આપવાને હવાથી ચૌદરાજકમાં એવું એક પણ બિંદુ નથી જ્યાં જીવઅજીવને સંભવ ન હોય. ઉક્ત ચૌદ રાજલકના ઉર્ધ્વ, અધે અને તિર્યગર્લેક ત્રણ વિભાગ પાડી શકાય છે. સમજવા ખાતર સાદી ભાષામાં એ વાતને મૂકીએ તે મુખ્યત્વે જ્યાં દેવનો વાસ છે તે ઉર્ધ્વ કે સ્વર્ગ. મુખ્યત્વે જ્યાં નારકીઓનો વાસ છે તે અધો કે નર્ક. અને જ્યાં મનુષ્ય કે તિર્યનું વસતિસ્થાન છે તે તિર્યંગ યાને મનુષ્યલક. મનુષ્યલોકવાળા ક્ષેત્રની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે. જેની મધ્યમાં મેરુપર્વત આવેલો છે એવો એકલાખ
જનના ઘેરાવાળા જંબુદ્વિપ છે. મેરૂપર્વતની આજુબાજુ મહાવિદેહ અને દક્ષિણ છેડે ભરત અને ઉત્તર છેડે ઐરાવત નામા ક્ષેત્રે છે. એ ત્રણ ક્ષેત્રે કર્મભૂમિ તરિક ગણાય છે. જંબુદ્વિપને ફરતે લવણ સમુદ્ર છે. એને ફરતે વલયાકારે ધાતકીખંડ નામ દિપ છે. એને ફરતે કાળેઈધિ નામ સમુદ્ર. આમ એક બીજાથી બમણ વિષઁભવાળા વલયાકૃતિએ અસંખ્ય હિંપ–સમુદ્રો આવેલાં છે. છેલ્લાનું નામ સ્વયંભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com