________________
વીર–પ્રવચન
[ ૧૬૯
ગલાસ્તિકાય ૫. કાળ. અસ્તિકાય એટલે પ્રદેશેાના સમૂહ. તેવા પદાર્થો માત્ર પાચજ છે. અજીવના પાંચ ભેદેામાંના કાળ સિવાયના ચાર તથા પાંચમા જીવ. પ્રત્યેક જીવના અસંખ્ય પ્રદેશેા છે અને તેવીજ રીતે ધર્મ અને અધમ રૂપ દ્રવ્યાના છે. જ્યારે આકાશત્ર્યના અનતા પ્રદેશેા છે. પુદ્ગલના સંખ્યાતા, અસંખ્યાતા અને અનતા પ્રદેશ છે. તેથી એ પંચાસ્તિકાય. કાળ દ્રવ્ય પ્રદેશ રહિત હાવાથી તેની ગણના અસ્તિકાય યાને સમૂહમાં થઈ શકતી નથી. અનાગત કાળ અનુત્પન્ન હાવાથી તેમજ ભૂતકાળ વિનષ્ટ થઈ ગયેલ હાવાથી અને વમાનને સમય પ્રદેશરહિત હાવાથી માત્ર નવાઝુનાની અપેક્ષાને લઇ તેની ગણના એક દ્રવ્ય તરિકે થઇ છે. ચૌદરાજ લેાકમાં ઉક્ત પાંચે પદાર્થો ભરેલા છે, વિશેષતા એટલી છે કે અલાકમાં પણ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ છે; તેથીજ લેાકાકાશ અને અલાકાકાશ એવા તેના બે ભેદ પડે છે. અહીં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રૂપ જે એ પદાની વાત કરવામાં આવી છે તેને ધર્મ અર્થાત્ પુન્ય અને અધમ અર્થાત્ પાપ અથવા તે શુભઅશુભ કર્મો–એવા અર્થ કરવાના નથી. શબ્દા કરતાં અવશ્ય તેવા અર્થ તારવી શકાય પણ અત્રે જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે રીતે એ ઉભય દ્રવ્યેા જુદા જ છે. શ્રી શંકરાચાર્યાં જેવાએ એ પદાર્થાને પુન્યપાપ માનવાની ભૂલ કરી હાવાથી આ સ્પષ્ટીકરણ કરવું પડયું છે.
ધર્માસ્તિકાય જીવ-પુદ્દગલાને ગતિમાન થવામાં સ્હાયક છે જ્યારે અધર્માસ્તિકાય ઉક્ત પદાર્થાને સ્થિતિ કરવામાં સ્હાયભૂત છે અર્થાત્ ગતિાધક છે. જેમ પાણીમાં માખ્ખુ સ્વબળે ગતિ કરી શકે છે એમાં જેટલી તેને પાણીની રહાય છે તેવી જ અને તેવા પ્રકારની ધર્માસ્તિકાયની સહાય છે. ગતિ મામ્બ્લાના બળ ઉપર આધાર રાખે છે છતાં પાણી અભાવે તે અશકય બને છે. તેમ ધર્માસ્તિકાયના અભાવે પણ સમજી લેવું. આથી એ સાર નિકલ્ચા કે ગતિ કરવામાં આત્મિક બળ ઉપરાંત ધર્માસ્તિકાયની દરેકને આવશ્યકતા છે. માર્ગે ચાલી રહેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com