________________
૧૬૬ ]
વીર-પ્રવચન
-
-
-
શરીરના પાંચ પ્રકાર–-૧ દારિક. ૨ વૈશ્યિ. ૩ આહારક જ તેજસ. ૫ કાર્મણ. સાત ધાતુનું બનેલું એવું પ્રથમ ઔદારિક શરીર દેવ અને નારકી સિવાયના સર્વ મનુષ્ય અને પશુ પક્ષી વગેરે ને હોય છે. વૈક્રિય શરીર નાનું-મોટું, દ્રશ્ય અદ્રશ્ય ભૂમિપર ચાલી શકાય તેવું, આકાશમાં વિચારી શકાય તેવું અને તેવા બીજા રૂપ કરવાના સામર્થ્ય વાળું હોય છે. દેવ તથા નારકી જીવોને તે જન્મથી જ પ્રાપ્ત થાય છે જ્યારે લબ્ધિ સંપન્ન માનવી પણ તેની પ્રાપ્તિ કરી શકે છે. આહારક શરીર માત્ર હાથ પ્રમાણનું અને તે પણ ચૌદપૂવી સાધુ મહાત્મા સ્વ વિદ્યાબળથી ઉત્પન્ન કરે છે. કેઈક વિષયમાં ખાસ શંકા પડી હોય ત્યારે એનું નિવારણ કરવા સારૂ અન્ય સ્થળે વિચરતાં કેવળ જ્ઞાની પાસે મેકલવા અર્થેજ એનો ઉપયોગ થાય છે. તૈજસ અને કામણ શરીર તે દરેક સંસારી જીવોને હેય છેજ. તૈજસ શરીર ભોજન કરાયેલા આહારને પચાવવાના કાર્યમાં સહાયકારી છે અને કામણ પાણી અને દુધની માફક જીવના પ્રદેશો સાથે કર્મપ્રદેશનું અરસપરસ મિલન થવાથી નિમાયેલું હોય છે. તેના વડેજ એક ભવમાંથી જીવની બીજા ભવમાં ગતિ થાય છે. એક ભવ છેડી બીજા ભવમાં જતાં જીવને છેલ્લા એ બે શરીર તે અવશ્ય સાથમાં હોય છે જ. મોક્ષ થયા વગર એમાંથી છુટવાપણું નથી, આમ કમીમાં કમી દરેક જીવને ત્રણ દેહ યજ.
છવ સંબંધી સ્વરૂપ સમજતાં સહજ પ્રશ્ન થાય તેમ છે કે પૃથ્વિ આદિ એકેદ્રિય જીવોમાં સચેતનત્વ બીજા છ માફક સુલભતાથી કેમ જણાતું નથી ? વાત સાચી છે. ઉક્ત દ્રવ્યોમાં જીવત્વ પારખવાનું કામ જરૂર મુશ્કેલ છે. છતાં યુક્તિ અને શાસ્ત્રબળથી સમજાય તેવું છે.
વનસ્પતિકાય લઈએ. મૂળમાં પાણી સિંચવાથી રસવૃદ્ધિ થવી અને ફળ આવવું એ ફુટ રીતે જીવત્વની સિદ્ધિ સૂચવે છે. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com