________________
વીર–પ્રવચન
મુખ્ય ભેદ. પ્રારંભના બે અલકમાં રહેનાર જ્યારે પાછળના બે ઉર્વીલેકમાં.
દિ. ત્રિ. અને ચો-ઈદ્રિય વાળા છ વિકલૈંદ્રિય કહેવાય છે. એકેદ્રિયની અપેક્ષાએ, ક્ષેત્રની, અને પદ્રિયની અપેક્ષાએ, ઇન્દ્રિયની વિકળતા-ન્યૂનતા હોવાના કારણે. વિશિષ્ટ પ્રકારના જ્ઞાન અને મન વિણું હોવાથી ચૌરિદ્રીય સુધીના જેવો અસંસી તેમજ ગર્ભમાં ઉપજવાના અભાવથી સંમૂર્ણિમ હોય છે. પચેંદ્રિય જેમાં સંસીઅસંસી અને સંમૂર્ણિમગર્ભજ રૂપ ઉભય પ્રકારે દ્રષ્ટિગોચર થાય છે. નારક–દેવ ગતિમાં આમ નથી. તેઓ “ઉપપાતજા” તરીકે ઓળખાય છે. દેવ ગર્ભમાં ઉપજતા નથી પણ સુગંધી પુષ્પ શયામાં જન્મે છે અને અલ્પકાળમાં આળસ મરડી ઉઠે છે તેમજ યુવાન ભાવને ધારણ કરે છે. નારકીઓને તેવું સુખ ન જ હોય છતાં ગર્ભમાં ઉપજવાપણું નથી. વજ સમી સખત કુંભમાં (કુડી જેવા સાંકડા આકારની વસ્તુ ) દુખે કરી ઉપજે છે. ટૂંકમાં કહીયે તે બને ગતિમાં વૈક્રિય શરીર હોવાથી ગર્ભ રહેવાપણું નથી બાકી તિર્યંચમનુષ્યની બે ગતિવાળા જીવોને ઔદારિક યાને સાત ધાતુવાળું શરીર હેવાથી ગર્ભમાં રહી જન્મવાપણું છે. આમ છતાં માતા પિતાના સંગ વિના પણ સ્થાનિક સંગેના સભાવે છત્પત્તિ થાય છે જે સંમૂર્ણિમ કહેવાય છે. તિર્યંચ સંમૂર્ણિમ છે તે દીર્ધાયુષી પણ હોય છે, જ્યારે સંમુર્ણિમ મનુષ્ય માત્ર અંતમુહૂર્તના જીવિત વાળા જ જન્મે છે એટલે કે એ જીવના જન્મ મરણની નેંધ દુન્યવી દફતરે ચઢવા પામતી નથી.
દેવજાતિમાં નરનારી રૂ૫ બે લિંગ યાને વિભાગ છે, નારકી તેમજ સર્વ પ્રકાયના સંમુર્ણિમ તિર્યો નપુસક વેદવાળા જ હોય છે
જ્યારે ગર્લજ તિર્યંચ તથા મનુષ્યોમાં પુરૂષ–સ્ત્રી અને નપુંસક રૂપ ત્રણ વેદ હેાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com