________________
વીર–પ્રવચન
૧૪૯ .
આજ્ઞા મેળવી જુદા વિચરતાં ખંભાત પધાર્યા. ત્યાં દેવેંદ્રસૂરિની આજ્ઞા વિના ક્રિયામાં શિથિલ એવા કેટલાક સાધુઓને પંડીત તથા ઉપાધ્યાયની પદવી દીધી; તેમજ શ્રાવકના ઉપાશ્રયે એકવાસી રહ્યા; અર્થાત માસ કલ્પ ન સાચવ્યો. આ સાંભળી સૂરિ દેવેંદ્ર ખંભાત આવ્યા. વિજયચંદ્રના સાધુઓને મત્સર ધરતા દીઠા એટલે તેઓ બીજા ઉપાશ્રયમાં રહ્યા. ત્યારથી તેઓ લઘુ પિશાલિક કહેવાયા અને વિજયચંદ્ર વડી પોશાલિક કહેવાયા. ઉભય નામો શ્રાવકેએ ઉપાશ્રય અર્થાત શાળાને ઉદ્દેશીને પાડ્યા. દેવેંદ્રસૂરિના ઉપદેશથી બોધ પામી સોની ભીમજીએ સત્ય બોલવાને કડક નિયમ લીધે. એક વેળા ચારે તેને પકડી ગયા અને પૂછ્યું કે ત્યારે ઘરમાં કેટલું દ્રવ્ય છે? તેને સત્ય ઉત્તર આપે કે ચાર હજાર સોના મહોરે. તરત જ ચેરેએ તેના છોકરા ઉપર હજાર સોના મહોર મોકલી આપવાની માંગણી કરી. બાપના છૂટકારા સારૂ પુત્રએ હજાર બેટા સિક્કા બનાવી મોકલ્યા. ચેરેએ સત્યપ્રતિજ્ઞ ભીમજી પાસે જ તે પરખાવ્યા તેને છુટકારા કે પુત્રોની દાક્ષિણ્યતામાં પડયા વગર તે ખોટા છે એમ જણાવ્યું. તેના સત્યવાદીપણુથી ખુશ થઈ ગેરેએ વસ્ત્રની પહેરામણું કરી સોની ભીમજીને છોડી મૂકો. ભીમજીએ અડગ નિયમ પાળી અમર કીર્તિ મેળવી. ખંભાતમાં રહી સૂરી દે છ કર્મગ્રંથ સટિક, સિદ્ધપચાસિકા, શ્રાદ્ધદિનકૃત્ય અને ત્રણ ભાષ્ય આદિ સૂત્રોની રચના કરી. સ્વપાટ પર વિદ્યાચંદ્રને સ્થાપેલા પણ તેઓશ્રી તેમના પછી તેર દિનના આંતરે કાળધર્મ પામવાથી ગ૭ છ માસ પર્યત નિરાધાર રહ્યા. ત્યારબાદ શ્રી ક્ષેમકીર્તિ સૂરિ પ્રમુખે મળીને શ્રી ધર્મધેષને પટ્ટધર તરીકે સ્થાપ્યા. એ વેળા શ્રી પાલણપુરના પ્રાસાદમાં રહેલા ગોમુખ યક્ષે કુંકુમની વૃષ્ટિ કરી. ક્ષેમકીર્તિસૂરિએ બહત ક૫ની ટીકા રચી.
૪૬. શ્રી ધર્મઘોષસૂરિ–એકદા તારણગિરિ પર અજીત જિનને વાંદી પાછા ફરતા સૂરિજી વિજાપુરમાં ચોમાસુ રહ્યા. વ્યાખ્યાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com