________________
વીર-પ્રવચન
૧૭
ઉદ્દભવી. મંત્રીશ્વરની રિદ્ધિ સિદ્ધિ દિવસાનદિવસ વધવા લાગી. ઉભય બંધુઓના પરાક્રમથી તેમની યશકીર્તિ ચોતરફ વિસ્તરી. મહા મહેસવપૂર્વક ભુવનચંદ્રસૂરિને પાટણમાં તેડાવી વસ્તુપાળે ચોમાસુ રાખ્યા. તેમના ઉપદેશથી અબુદાચળ પર નવિન મંદિર બંધાવ્યું; જેમાં નવ લાખ સોનૈયા ખરચીને દેરાણી-જેઠાણીએ ગોખલા કરાવ્યા. આખા દેવાલય તથા આ ગોખલાઓની કેરણી એવી અદ્દભુત છે કે આજે તે જગતનું ધ્યાન ખેંચી રહી છે. મંત્રીશ્વરનું ગૌરવ એ સ્થળ નિરખતાં દષ્ટિ સન્મુખ તરવરે છે. મંત્રીશ્વર વસ્તુપાળે જેમ ભૂપ . વિરધવળના રાજ્યમાં પોતીકા બળ-પરાક્રમથી વધારે કર્યો અને યુદ્ધ કૌશલ્ય દાખવી જેન સમાજનું ક્ષાત્રતેજ દેખાડી આપ્યું તેમ પ્રાપ્ત કરેલ લક્ષ્મીને સવ્યય કરવામાં પણ કચાશ ન રાખી. ગિરનારના દેવાલયને ઉદ્ધાર કીધે. શ્રી સિદ્ધાચળ ઉપર પણ નવિન પ્રાસાદ બંધાવ્યો. વળી અઢાર લાખ મનુષ્ય સહિત મુનિ મહારાજ દેવભદ્ર, જગતચંદ્ર આદિ અગીઆર આચાર્યસમેત શ્રી સિદ્ધાચળજીની યાત્રા કરી. એ સંધમાં દિગંબર સંપ્રદાયના ૨૧ આચાર્યો આવ્યા હતા. દરમીઆન ભીલડી નગરે શ્રી પાર્શ્વનાથજીના દર્શને સૂરિ શ્રી સોમપ્રભ પધાર્યા. દેવભદ્રાદિ મુનિઓએ તેમને વંદના કીધી. એ વેળાએ ખરતરસ્તવપક્ષ–આમિક-રાકાપક્ષ-બિંબદણિક ઉપકેશ-જીરાવલી-નાણાવલીનાણુવાલ-નિબજીયા ઈત્યાદિ ગચ્છના આચાર્યોની સાક્ષિએ આજીવન આયંબિલ તપકારક ને સમતા આદિ ગુણોના ધારક શ્રી જગચંદ્રસૂરિને શ્રી સોમપ્રભસૂરિએ પિતાની પાટે સ્થાપ્યા. ઉપરોક્ત સૂરિવર સહિત શ્રી શત્રુંજયને પુનઃ સંઘ મંત્રીએ કહા. પાછા ફરતાં દેવપટ્ટણમાં ચંદ્રપ્રભુજીને પ્રાસાદ કરાવ્યો. શ્રી જગશ્ચંદ્રસૂરિએ અર નગરે શ્રી વિરપ્રસાદે અઠ્ઠમ તપ કરી શારદા પ્રસન્ન કીધી. એવામાં એક શબ્દના શત અર્થકારક અને સિંદુર પ્રકરણ ગ્રંથના રચયિતા શ્રી સોમપ્રભસૂરિનું પાલીનગરે સ્વર્ગગમન થયું.
મંત્રીશ્વરે આશાપલ્લી, ખંભાત, આબુ, પાટણ, સાંડેરા પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com