________________
૧૨૦]
વીર-પ્રવચન વેશમાં રહેલ દેવને ઉપગથી પારખી લેતાં આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી. એકદા દુર્મિક્ષ પડતાં એને પ્રયોગ કરી, પટ વિકુવ સકળ સંઘને જ્યાં સુકાળ હતો એવા સ્થાને લઈ જઈ શાસન પ્રભાવના કરી દેખાડી. અન્ય પ્રસંગે બૌદ્ધ ધર્મી રાજવીને પ્રભાવ દર્શાવવા સ્વ શક્તિ બળે અગણિત પુષ્પ સહિત શ્રીદેવી પાસેથી કમળ આણી જીન શાસનને જયકાર વર્તાવ્યું. અપૂર્વ મહત્સવ અને સુરિજીની પ્રભાવનાએ રાજવીને જૈન ધર્મને ઉપાસક બનાવ્યું. શ્રેષ્ટિતયા રૂક્ષ્મણી કે જે તેઓશ્રીના વૃતાન્ત ને ચમત્કારથી મુગ્ધ બની તેમને પરણવા માગતી હતી, તેને વૈરાગ્ય રસની વિશિષ્ટ વાણીથી બોધ પમાડી જૈન ધર્મની ભિક્ષુણ બનાવી. આમ શાસન પ્રભાવના કેટલીયે કરી. તુંગિયા નગરીના માસામાં રસવિકારથી શ્લેષ્મને વ્યાધિ થયા. એ સારું સુંઠને કકડે લાવેલા, છતાં ઉપયોગશૂન્યતાથી વપરા રહી ગયે જે સંધ્યાકાળે પ્રમાજન વેળા ધ્યાનમાં આવ્યું. બસ, આ નહીં જેવી બાબતે દશ પૂર્વેની વિચાર દિશાને ફેરવી નાંખી, પ્રમાદ થવાનું કારણ જાણવા જ્ઞાનપગ મૂકતાં જ સ્વ આયુષ્યની અલ્પતા દેખાણું. તરતજ સ્વપદે વજનને સ્થાપી; એ સ્થાનમાં દુર્મિક્ષ પડવાની આગાહીથી પારકપુર તરફ વિહાર કરાવ્યું. ભારવર્ષે દુકાળ પડવાની વાત કહી અને જ્યારે લાખ દ્રવ્યની કિંમતનું અનાજ ચૂલે ચડે તેના બીજે દિવસે સુકાળ થવાની મુદત જણાવી પોતે સમીપવર્તી માંગીયા પર્વત (થાવર્તગિરિ) પર જઈ અનશન કર્યું. તેમનાથી વજ શાખા શરૂ થઈ, તેઓ ૮ વર્ષ ગ્રહથી તરિકે, ૪૪ વર્ષ શિષ્ય જીવનમાં ગાળી, છત્રીસ વર્ષ યુગ પ્રધાન પદવી ભોગવી ૮૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.
એ સમયમાં ગેછા માહિલ નામને સાતમે નિન્દવ થશે. શ્રી વીરાત ૫૮૪ વર્ષે જીવ તથા કર્મને તદ્દન ભિન્ન માનનાર. દુર્બલિકા પુષ્પસૂરિનું વચન ઉલંઘવાથી સંધદ્વારા બહિષ્કૃત કરાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com