________________
વીર–પ્રવચન
૮. શ્રી આર્યમહાગિરિ, તથા શ્રી આર્યસુહસ્તિસૂરિ, ઉભય ગુરૂભાઈ થાય. પ્રથમના પટ્ટધર અને પાછળના ગચ્છની સંભાળ રાખનાર, ત્રીસ વર્ષ સંસારમાં ગાળી શ્રી મહાગિરિએ સ્થૂલભદ્ર સ્વામી પાસે સંયમ સ્વીકાર્યો. ૪૦ વર્ષ ગુરૂસેવામાં ગાળ્યા અને ૩૦ વર્ષ યુગપ્રધાન પદવી ભાગવી, કુલ આયુ. ૧૦૦ વર્ષનું. તેઓશ્રી જનકલ્પની તુલના કરતા હતા. શ્રી વીરાત ૨૪૫ વર્ષે તેમનું સ્વર્ગગમન. .. '
- શ્રીવીર નિર્વાણુત ૨૨૮ વર્ષે ગંગ નામા પાંચમે નિન્કવ થયે. એક સમયે બે ઉપગ માનનાર ધનગુપ્ત શિષ્ય ગંગદત્ત. નદી ઉતરતાં આવી માન્યતા ઉદ્દભવી.
શ્રી આર્યસુહસ્તિ વિહરતાં એકદા માલવદેશની રાજધાની ઉજજેનીમાં પધાર્યા, ત્યાં ભદ્રા સાર્થવાહીની વાહનશાળામાં ચોમાસુ રહ્યા. રાત્રિના સ્વાધ્યાયમાં નલિની ગુલ્મ વિમાનને અધિકાર આવ્યો. પાસેના સાત મજલાવાળા મહેલમાં ભદ્રાને પુત્ર અતિ સુકુમાર પિતાની બત્રીસ ભાર્યાઓ સહિત વિલાસ માણી રહ્યો છે તેના કર્ણમાં ઉક્ત વાત રમી રહી. પૂર્વ મેં એ સર્વ જોયું છે એવું વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. બસ પુનઃ ત્યાં પહોંચવાની તમન્ના લાગી. ઝટ ગુરૂ સમીપ આવી એ વિમાન કેવી રીતે પ્રાપ્ત થાય એને પ્રશ્ન કર્યો. તીવ્ર વ્રતનું પાલન મેક્ષ લાવી દે છે તો સ્વર્ગનું શું પૂછવું એ ગુરૂશ્રીને પ્રત્યુત્તર મળે. “ શૂરા ' વચન મુજબ અવંતિ સુકુમારે પ્રવજ્યાની માંગણી કરી. ગુરૂશ્રીએ માતાની આજ્ઞા લઈ આવવા કહ્યું. યુવાન પહોંચ્યો મહેલમાં માતુશ્રી અને પ્રેયસીઓના વંદ સામે સ્વ તમન્ના જાહેર કરી. ઉભય પ્રકારના સ્નેહીઓ તરફથી રેકાઈ જવાની દરખાસ્ત ઘણું ઘણું થઈ પણ જેને અડગ નિશ્ચય કર્યો છે, જેને નલિની ગુલ્મ સિવાયનું જીવન અકારું લાગે છે તેને કોણ ભાવી શકે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com