________________
૧૦૮ ]
વીર-પ્રવચન
જ્ઞાનશક્તિના પ્રદર્શનરૂપ હતું. જ્યાં વાચના માટે સ્થુલભદ્ર ગુરૂ સમીપ આવ્યા ત્યાં નકાર મલ્યા અને આટલા જ જ્ઞાન સુધી તું ચેાગ્ય છે એ ગુરૂનું ઉપાલંભ વચન પ્રાપ્ત થયું ! સ્થૂલભદ્રને સ્વચેષ્ટિત સમજાયું. જ્ઞાનીને શાસન પ્રભાવના સિવાય આવું વર્તન ન શોભે એ ગભીરતાને સ્થાને આદરેલી આપ બડાઈ હવે નજર સામે ખડી થઈ. પણ થયું તે થયુંજ, પશ્ચાતાપપૂર્વક ક્ષમા માગી, છતાં ગુરૂને આગળ પગલુ ભરવું ઠીક ન જ લાગ્યું. ભાવિ ભાવ જ એવા દેખાયા. સંધની ખાસ ભલામણથી બાકીના ચાર પૂર્વની વાચના દીધી પણુ તે કેવળ સૂત્રથી. અર્થ સમજાવ્યા વગર; અને તે પણ હવે પછી અન્યને આપવાની મનાઈ સાથે. આમ આગમ જ્ઞાન આપનાર તથા લેનારમાં શાસન પ્રભાવના માટે કેટલી અનુપમ લાગણી પ્રવર્તાતી હતી તેને ખ્યાલ આવે છે, માટા પુરૂષો ડગલ પગલે સધનું ગૌરવ જાળવતા જોઈ ધન્યવાદના ધ્વનિ નીકળી પડે છે.
સ્થૂલભદ્રે ૨૪ વર્ષી શ્રી સંભૂતિવિજ્યની સેવામાં ગાળ્યા. જેમાં અધ્યયન કામ અને ભદ્રબાહુ સ્વામીની સેવાને સમાવેશ થઈ જાય છે. ૪૫ વર્ષ યુગ પ્રધાન પદે રહી કુલ આયુષ્ય ૯૯ વર્ષનું ભાગનુ શ્રીવીરાત ૨૧૫ વર્ષે સ્વગ ગમન.
આ સમયે પ્રથમ વજ્રરૂષભ નારાચ સંધય તેમજ સમચતુસ્ર સસ્થાન વિચ્છેદ ગયા. અહીં સુધી ચૌદ પૂર્વી ગણાયા. પ્રીપ્રભવ, શષ્યભવ, યશાભદ્ર, સત્કૃતિ, ભદ્રબાહુ અને સ્થુલભદ્ર એ છે. ચૌદપૂર્વી ચાને શ્રુતકેવળી.
શ્રીવીર પછી ૨૧૪ વર્ષે અવ્યક્તવાદી નામા ત્રીજો નિન્દ્વવ થયા. તેવી જ રીતે ૨૨૦ વર્ષે ક્ષણિકવાદી ક્રાંડિત્ય શિષ્ય અક્ષમિત્ર. એમાં આષાઢસુરિના અવ્યક્તવાદી શિષ્યા બલભદ્ર રાજાથી ખાધ પાઠ્યા. જ્યારે શૂન્યવાદીને રાજગ્રહીના દાણ લેનાર શ્રાવકાએ મેધ પમાડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com