________________
વીર-પ્રવચન
[ ૯૯
આપી શાંત વૃત્તિથી એ દરેકને નિરૂત્તર બનાવી સંયમ માની સહચરી થવાની ભલામણ કરતા હતા. વાર્તાલાપ લાંબા સમય સુધી ચાલ્યા ને જયશ્રી જયુને વરી. દરમીઆન એક આશ્ચર્ય એવું બન્યું કે પ્રભવ નામે રાજપુત્ર, જે સ્વપિતાથી રિસાઈચારાને સ્વામી બની, ચેરી કરવાના વ્યવસાયમાં પડયા હતા તે ઋષભદત્ત શેઠને ત્યાં લગ્નની ધમાલ જાણી ચારસા નવાણુ સાથીએ સાથે ચારી કરવા આવ્યા હતા પણ જંબુ કુમારને સ્વપ્રેયસી સહ વાતમાં ગુંથાએલા જોઈ ગુપ્તપણે છુપાઈ રહી સ વ્યતિકર સાંભળ્યે હતા ! કુમારની જ્ઞાનગોષ્ટિએ તેના મન પર પણુ, અજબ જાદુ કર્યું. એટલે જ્યાં નારીદે જ બુકુમારની પ્રવજ્યા સબંધી શિક્ષા સ્વીકારી ત્યાં પ્રભવ પ્રગટપણે સામે આવી કહેવા લાગ્યા કે– ધન્ય છે તમારી ત્યાગવૃત્તિને ! રૂપની રાશિ સમી આ રભાઓને આપે સયમ રસિકાએ બનાવી અને અઢકળ ધન પરનું અને અમાપ સંપત્તિ પરત્વેનું મમત્વપણું આટલી અલ્પ વયમાં આપે જોતજોતામાં છેોડી દીધું ત્યારે મારા જેવા લક્ષ્મીલેાલુપ હજી ચારીના વ્યવસાયમાં પડી પેાતાને તેમજ પરતે ઉદ્વેગ પમાડી રહ્યો છે ! ધિક્કાર છે મારા જીવતરને ! મારા પણ માર્ગદ્રષ્ટા આપ જ હે. આપે દેખાડેલી ભાગવતી દિક્ષાનેા હું પણ ઉમેદવાર છુ. ’
આમ એક રાત્રિમાં જંબુકુમારની વિલક્ષણ જ્ઞાન કળાથી, સંખ્યાબંધ આત્માના તિમિર પાળેા છેદાઈ ગયાં અને જ્ઞાનભાનુ પ્રકાશી યેા. ખીજે દિવસે કેવલ જંબુકુમારે એકલાએ જ નહિ પણ પણ સાથે પેાતાના માતા-પિતા, તેમજ આઠ કુળવધુ તથા તેમના માતાપિતા મળી સત્તાવીશ મનુષ્યાએ પ્રવજ્યા સ્વીકારી, અને પ્રભવ ચેરે પણ ટુંકા સમયમાં ચારસો નવાણું ચારે। સહિત પ્રભુને માર્ગ સ્વીકાચે.
જંબુકુમાર સોળ વર્ષ ધરવાસમાં રહ્યા. વીસ વર્ષ લગી શ્રી સુધર્માં સ્વામીની સેવા કરી; અને ચુવાળીશ વર્ષોં સુધી યુગપ્રધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com