________________
વીર-પ્રવચન
[
૭
-
-
-
વર્ણવી લાખેગમે આત્માઓમાં બેધિબીજનું પણ કરવા લાગ્યા. એ કાળે પ્રવર્તી રહેલ અધર્મ, અજ્ઞાન, દારૂણુ, હિંસાના ધામરૂપ યો, અને સ્વર્ગ મેક્ષના પરવાના આપવા રૂપ સત્તામાં ચકચૂર બનેલ દ્વિજવંદની ધર્મના નામે ચાલતી પ્રવૃત્તિઓ ઉપર સખત કાપ મૂકાય. સર્વાના ઉપદેશથી એમાં છુપાયેલ પ્રપંચ જાળના પોકળો ઉઘાડા પડ્યા. જનતા ચીરકાળના અંધશ્રદ્ધારૂપી વમળમાંથી છુટવા લાગી અને સત્ય જ્ઞાનશ્મિ તેની ચક્ષુઓ પર ઠરવા લાગ્યા. આમ પ્રભુશ્રીએ કૈવલ્ય પછીને લગભગ ત્રીસ વર્ષે સારા ભારતવર્ષમાં વિચરી, જેને સ્વ શાસનરસી બનાવવા રૂપ ભાવદયાના અણુમૂલા કાર્યમાં વ્યતીત કર્યા. એમાસાના ચાર માસ વિના ભાગ્યે જ તેઓ એક સ્થાને ઝાઝી સ્થિરતા કરતા. ચાતુર્માસ મુખ્યતાએ અસ્થિગ્રામ, ચંપા અને પૃષ્ટચંપા, વૈશાલી ને વાણિજ્ય ગ્રામની સમીપમાં, રાજગ્રહી અને અનુપમ વિદ્યાપીઠના ધામ સમાં નાલંદામાં, મિથિલા, અનાર્યદેશ તેમજ વજભૂમિ આદિ સ્થાનમાં રહ્યા છે.
જંદગીને છેવટને ભાગ આવી લાગે. બેતેિર વર્ષને અવધિ થશે. પ્રભુશ્રી વીર અપાપા નગરીમાં, હસ્તિપાળ રાજાની લેખશાળામાં ચોમાસુ રહેલ છે. એ વેળા વૈશાળીપતિ ચેટકરાજના નવ મલકી તેમજ નવ લચ્છકી જાતિના મળી અઢાર ગણુ રાજાઓ-સામતિએકાદા કાજકાર્યને અગે ત્યાં એકત્ર થયા છે. પ્રભુત્રી પણ પુણ્ય પાપ વિષયીક અધ્યયનનું ખ્યાન પિતાની મધુર ગીરામાં વર્ષાવી રહ્યા છે. કારતક વદ અમાસની રાત્રિને સમય આવી ચૂક. (ગુજરાતી ગણત્રી મુજબ આસો વદ અમાસ) બાકી રહેલા ચાર અઘાતી કર્મો, વેદનીય, નામ, ગાત્ર અને આયુ ક્ષીણ થઈ આત્માથી અલગ થઈ ગયા. એટલે પ્રભુ શ્રી વીર આ ભારતભૂમિમાંથી સદાને માટે સિધાવી ગયા. અરિહંત પદપૂર્ણ કરી સિદ્ધ બન્યા. જન્મ-મરણના ફેરામાંથી સદાને સારૂ હાથ ધોઈ નાંખ્યા. કૃતકૃત્ય બની ચૂક્યા. આત્મિક સંપત્તિ ભક્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com