________________
શ્રીમાન તપ મહાભ્ય.
ઢાળ. ઈમ નવપદ ગુણમંડલં, ચઉ નિક્ષેપ પ્રમાણે, સાત નયે જે આદર, સમ્યજ્ઞાને જાણે છે. (ઉલાલ) નિર્ધારસેતી ગુણ ગુણને કરે જે બહુમાન એ, તસુ કરણ ઈહા તત્ત્વરમણ થાય નિર્મળ ધ્યાન એક એમ શુદ્ધ સત્તા ભળે ચેતન સકળ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિઘન પરમ આનંદતા વરે.
અથ કહીશ થય સયલ સુખકર ગુણપુરંદર સિદ્ધચક્ર પદાવલી, સવિ લબ્ધિ વિદ્યા સિદ્ધિ મંદિર ભવિક પૂજે મનસ્લી; ઉવજઝાયવર શ્રી રાજસાગર જ્ઞાનધર્મ સુરાજતા, ગુરુ દીપચંદ્ર સુચરણ સેવક દેવચંદ્ર સુશોભતા. ૧ ઈતિ શ્રી દેવચંદ્રકૃત સ્તવના સમાપ્તા.
પૂજા ઢાળી, જાણુતા વિહું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ નિણંદ જેહ આદરે કર્મ ખપાવા, તે ત૫ શિવતરુકંદ રે. ભવિકા ૧ કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીયે જેહ દીપાવે, જિનશાસન ઉજમતારે. ભવિકા ૨ આમોસહિ પમુહા બહુલબ્ધિ, હવે જાસ પ્રભાવે, અષ્ટમહાસિદ્ધિ નવનિધિ પ્રગટે,નમિતેતપ ભાવે રે. ભવિકા ૩ ફળ શિવસુખ મહાસું સુરનરવર-સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરત સરિખું વંદું, શમમકરંદ અમૂલ રે. ભવિકા ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com