________________
શ્રી વર્તમાન તપે મહારા ઢાળ પહેલી.
પ્રથમ પૂરવદિશે-એ દેશી. શ્રી અરિહંત ભગવંત પરમાતમા, દેવને દેવ ગુણરયણખાણી, સાત શુદ્ધિ કરી મલિનતા પરિહરી, પૂજીએ ભવિજના પ્રેમ આણી.
શ્રી. ૧ અરતિ રતિ મોહનિદ્રાન હાંસી ભય, રાગ નહિષનહિ જાસ અંગે, કામ મિથ્યાત્વ અજ્ઞાન જસ ખય થયાં, થાઈયે તે પ્રભુ અધિક રંગે.
શ્રી. ૨ ધ્યાન પિંડસ્થ પદસ્થ રૂપસ્થથી, ધ્યેય યાતા લહે એકતાને, દ્રવ્ય પર્યાય ગુણ તેહના થાઈએ, પાઈયે સિદ્ધિ બહુ તત્વજ્ઞાને
- શ્રી. ૩ જન્મના ચાર અગીયાર ઘાતી ક્ષયે, દેવકૃત જાસ ઓગણીસ રાજે; ચેત્રીસ અતિશયે અંગથે કા, પાંત્રીસ વયણ ગુણ જાસ છાજે.
શ્રી. ૪ અડ અધિક સહસ લંછન ધરે અંગમાં, ગુણ અનંતે ભર્યોનાથ સહે જામ કલ્યાણક જગતનું તમ ટળે, ઇદ્ર ઉપેદ્રનાં ચિત્ત મોહે.
શ્રી. ૫ નામ ને થાપના દ્વવ્યભાવે કરી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, દેવપાલાદિ ભૂપાલપરે તે નરા, તીર્થપતિ સંપદા હસ્ત પાવે.
શ્રી. ૬ જે મહાપ પકાય કુળતણ,તિમ મહામાહણ જાસ કહિયે, ભદધિ બડતાં ભવ્ય નિસ્તારણે, સાર્થપતિ મુક્તિનો જેહ લહિયે.
શ્રી. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com