________________
* શ્રીવમાન તપ મહારા. અર્થ અને કામના સાધનથી મદમત્ત થઈને રંગરાગમાં ગુલતાન નહિ બનતા ઉલટું સાવધાન થઈને ધર્મનું સેવન વિશેષપણે કરવું જોઈએ. સર્વ પ્રકારની કામનાઓને ફળીભૂત કરનાર ધર્મનું સેવન આપત્તિકાળમાં તો કેટલાક અનિવાર્ય કારણેથી જેટલું ધારીએ તેટલું નહિ થઈ શકે એ સ્વાભાવિક છે. પરંતુ સંપત્તિકાળમાં તે સાવધાનપૂર્વક જેમ બને તેમ વિશેષ પ્રકારે ધર્મનું સેવન કરવું એ જ આ માનવજીવનને તથા પ્રાપ્ત કરેલા સહકારી સાધનેને સફળ કરવાને સર્વોત્તમ ઉપાય છે.
દાનધર્મનું સ્વરૂપ અને સંસ્કાર એકાંત હિતકારી ગણતા ધર્મનું સેવન કરવામાં લેશભર આળસ કરવી જ નહિ. જેમ ભ્રમરને ગુજારવ કમળ ઉપર, કેકિલને ટહુકાર પરિપકવ આમ્ર ઉપર, વ્યાપારીનું ચિત્ત વ્યાપારના નફા ઉપર અને મયૂરનું નૃત્ય નવનવીન મેઘઘટા ઉપર આકર્ષિત થઈ રહે છે તેમ ધમપુરુષનું ચિત્ત સદાકાળ સર્વત્ર સર્વથા ધર્મની ઉપર જ લયલીન થવું જ જોઈએ. અર્થાત દાનેશ્વરીઓએ દાનધર્મના પાલનમાં, શિયળવંતેએ શિયળધર્મના પાલનમાં, તપસ્વીઓએ તધર્મના પાલનમાં અને ભાવધર્મમાં ભાવિત થયેલાઓએ ભાવના ભાવવામાં તકૂપ થવું જ જોઈએ.
આ ચાર પ્રકારના ધર્મમાં દાન, શીલ અને તપનું સામ્રાજ્ય પિતાપિતાની મર્યાદામાં જ વર્તે છે, પરંતુ ભાવધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com