________________
ધમની પ્રાપ્તિમાં સાવધાન રહો. અનુક્રમે ઊગે છે, માટે થાય છે, લે છે અને ફળે છે ત્યારે તેની ઉપરથી કેરીઓ લઈને, તેનું અથાણું કરીને, મુરબ્બે બનાવીને તથા રસ કાઢીને આપણે ખાઈએ છીએ અને તેમાંથી નિકળેલા ગેટલાને પાછા વાવવાથી ભવિષ્યમાં આપણે આંબાદ્વારા ઘણી જ કેરીઓ મેળવીએ છીએ. તે જ પ્રમાણે સાવધાનીપૂર્વક કરેલો ધર્મ આમ્રવૃક્ષની જેમ ઉત્તરોત્તર સંસારની સંપદાઓની પ્રાપ્તિમાં વધારે કરીને અંતે ઘનઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
અહીં કેઈ શંકા કરે કે-ધર્મ કરનારને વળી સાવધાન રહેવાની શી જરૂર છે? તેના જવાબમાં જણાવવાનું એ છે કે ધર્મ સાધનમાં જે સાવધાન ન રહે તે ધર્મસેવનથી ઉપાજેને કરેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપદાઓ જ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે, કારણ કે અદ્ધિ-સમૃદ્ધિ-ધન-ધાન્યવિલાસના સાધનો-શરીર-ઈદ્રિય-વિષયે અને વિકારો એ બધાં મોહરાજાના ઉદરે જેવા છે. કીડી કે કેડે જે કરડે તે ઊંઘતે માણસ જાગી જાય છે પણ ઉંદર તે ફેંકી ફંકીને કરડતો હોવાથી તે સમયે તેની વેદના જણાતી નથી એટલે માણસ જાગી શકતા નથી. તેવી જ રીતે ઉપર જણાવેલા મેહરાજાના ઉંદરડાઓ એવી ચાલાકીથી જીવને કરડે છે કે તેના કરડવાથી દુઃખને બદલે જાણે ઊલટું સુખ થતું હોય તેમ નાચી-કૂદીને, હસી-હસાવીને અને રંગ-રાગમાં ફસાઈને કઠિણુ કર્મને બંધ પાડીને જીવ પોતે જ પોતાનું અધ:પતન કરે છે. એટલા માટે સાવધાનીની સૂચના સંભળાવવી પડે છે કે-ધર્મના આરાધનદ્વારાએ બંધાયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com