________________
દાનધર્મનું સ્વરૂપ ને સંસ્કાર. સામ્રાજ્ય પિતાની મર્યાદા ઉપરાંત એ ત્રણે ધર્મમાં પણ અંતરંગપણે વર્તતું જ હોય છે. ભાવધર્મની ગેરહાજરીમાં
એ ત્રણે ધર્મનું પૂરું ફળ મળી શકતું નથી. શ્રેણિક મહારાજની કપિલાદાસીએ સુપાત્રદાન દીધાનું, સ્ત્રીસંસર્ગથી રહિત દે સાગરેપમ સુધી બ્રહ્મચર્ય પાળ્યાનું અને જે તપસ્યાથી આઠ જીવે મેક્ષ મેળવી શકે એવી ઘેર તપસ્યા તામલિ નામના તાપસે તપવા (કરવા) છતાં તેનું જોઈયે તેવું ફળ નહિ મળવામાં ભાવની ગેરહાજરી જ કારણરૂપ છે.
દાનધર્મના સંસ્કારથી સંસ્કારિત થયેલા જીવોને અંશે અંશે મમત્વભાવ ઘટતું જાય છે. મૂચ્છરહિતપણે દાન દેનારાઓની દશા ઉન્નત થતી જાય છે. અને મૂચ્છસહિત દાન દેનારાઓને દાનના વાસ્તવિક સંસ્કારે સ્પશી શક્તા નથી કારણ કે આજના કહેવાતા દાનેશ્વરીઓ તે દાનને જુગાર ખેલતા હેય છે. “દેનારને મળે છે. સાનેન મોજાનાન્નોતિ | દાનથી ભેગે મેળવે છે. મેળવવું હોય તો શિખે, દીધું નથી માટે જ મળતું નથી, હવે જે મળે તે દઉં.” આવી જાતના અનેકવિધ વિચારે અને એને અનુસરતા તરંગમાં ઝીલતે આત્મા દાનના
ધ્યેયને પામી શકતો નથી. થોડું દઈને ઘણું મેળવવાની ઈચ્છાવાળા લુબ્ધ મનુષ્ય દાન ધર્મનું સેવન કરવાને બદલે દાનનો સટ્ટો ખેલતા હોવાથી છેવટ ધ્યેયથી ચૂકીને દુર્ગતિને પ્રાપ્ત કરે છે. દાન દેતી વખતે અવિનાશી સંપત્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે તે સ્તુત્ય ગણાય પરંતુ કોઈપણ વિનાશી પદાર્થને પ્રાપ્ત કરવાની અભિલાષા થવી એનું જ નામ દાનને જુગાર છે. વર્તમાન કાળમાં દાનેશ્વરીઓની દાન દેવાની રીતથી પરિચિત રહેનારાઓને તેઓની દાનપદ્ધતિ પ્રાયઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com