________________
સમજણ વગરનું સદવર્તન. ભાવનાઓ વંધ્યાના મારથની માફક ફલદાયક બનતી નથી. ભાવના–ભાવિત આત્માઓએ સર્વજ્ઞકથિત અનુષ્ઠાન પ્રવર્તનમાં યથાશક્તિ ઉદ્યમ કરવો જ જરૂરી છે. સમજપૂર્વકની સુંદર ભાવનાઓથી ભાવિત થવાય નહિ ત્યાં સુધી સર્વજ્ઞકથિત અનુષ્ઠાન-પ્રવર્તન કે ક્રિયા કરવી જ નહિં. આવા વિચારે રાખનારા સર્વજ્ઞકથિત વાતથી વંચિત રહે છે. સમજણ વગરની ક્રિયા કરનારાઓને સમજણના ઠેકેદારે કહે છે કે જિંદગી સુધી દરરોજ પોપટ રામ રામ બોલે તે ફાયદે શું? સમજણ વગરની ગોખણપટ્ટીથી વળે શું ? આવા ઉપરાઉપરી પ્રન કરીને ક્રિયા કરનારને મુંઝવણમાં નાંખી દે છે. આવા પ્રસંગમાં સમજણ સાથેનું સવર્તન તે જરૂર લાભ આપે છે તેમાં તે નવાઈ નથી, પરંતુ સમજણ વગરનું સદવર્તન પણ સમજણવાળાની નિશ્રામાં રહીને કરેલું હોવાથી લાભદાયી નિવડે છે. આથી જ શાસ્ત્રકારોએ “મો જીવથી વીગો શીથનિરિતો” સૂત્ર-અર્થ રહસ્યમાં ઉત્તીર્ણ થયેલાઓને અર્થાત સંસારથી પાર ઉતરવા માટે ગીતાર્થને પ્રથમ માર્ગ અને બીજે ગીતાર્થની નિશ્રામાં રહેનારાઓને માર્ગ. ગીતાર્થની નિશ્રામાં રહેનારા અગીતાર્થો પણ ગીતાર્થની જેમ માર્ગની સેવાનો સુંદર લાભ પામે છે. રાખથી ઢાંકેલે અગ્નિ તમે જે નથી અને જાણ્યું પણ નથી, તેના અવગુણ કે ગુણને પિછાણ્યા નથી છતાં ભૂલથી પગ મૂકે તે દાઝે કે નહિ ? ઝેરના અવગુણને નહિ જાણનારા ખાય તો પરિણામ શું આવે? બને પ્રશ્નના જવાબમાં અનુક્રમે દાઝીએ અને મરીએ. બાલકને ગળથુથી અપાય છે. ગળથુથીના ગુણ અવગુણ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com