________________
આથી ઉપર જણાવેલી ગાથા પ્રમાણે તેરાપંથી સાધુ-શ્રાવકે પણ અનાજ ઠરે છે ! હવે કેટલાક તેરાપંથીઓ એમ કહે છે કે : તેઓ સાધુઓના દર્શને જાય છે, ત્યારે જે છકાય જીવોની હિંસા થાય છે, તે હિંસા તેમના પાપ વિભાગમાં જમા થાય છે અને જે પુણ્ય થાય છે, તે પુણ્ય વિભાગમાં સેંધાય છે. પણ આ બચાવ સર્વથા મિથ્યા છે. આ ગ્રંથના સ્થાપક ભીખમજીએ એવા ખાતાબાતા માન્યાજ નથી. પણ ધર્મના હેતુથી જે હિંસા થાય છે, તેને પાપ આપનારે ધર્મ અથવા પાપ આપનારી દયા માનીને, તેને ત્યાગ કરવાનું જ ફરમાવ્યું છે. અર્થાત કાતિ તેરાપંથી શ્રાવકે, સાધુના દર્શનના ધર્મને, પાપને ધર્મ-પાપ આપનારે ધર્મ માની; તેને ત્યાગ કરવો ઘટે છે, કાં તે તેઓ ઉપરોક્ત બચાવ કરે, તે તેઓ તેરાપંથી મટી જાય છે.
(૨૩) આચાર્ય મહારાજ હરિભદ્રસુરીશ્વરજી વગેરે અષ્ટાચાર્યો મહાનિસિથસૂત્રમાં એવી ગાથા લખે છે, કેઃ जथ्थय जथ्थय यये यए णाण्उ लगा सुत्ता लावगन संपज्जई तथ्थ तथ्थसुयहरेहिं कुलिह पदोसोन दायवति | ફતિ સૂત્ર અર્થાત સૂત્ર ગ્રંથમાં અક્ષરે કે લીટીઓ પરસ્પર જોડાઈ જવાથી, યા મળી જવાથી, જેને અથે અમે સમજી શક્યા નથી, તેના અર્થો અમે કર્યા વિના, તે લીટીઓ જેમની તેમજ રહેવા દઈ, તેના અર્થો લખ્યા નથી, આથી અમે વિપરીત અર્થે કરવાના દેષને પાત્ર નથી. છતાં જીતમલજી હિતશિક્ષાવલીમાં ગાથા ૧૦માં હરિભદ્રાદિ આઠ આચાર્યોએ સુત્રના ખોટા અર્થો કરી, મહાનિશિથસુત્રને ડહોળી નાંખ્યું છે, એમ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com