________________
: ૭૬
चार तीर्थ जिणवर कहा, पंथी लेखें दोय । श्रावक कुपात्रमें कह्यो, कुपात्र तीर्थ नहीं होय ॥ ११ ॥ चार तीर्थ मानजिकों, 'श्रावक कहै सुपात्र । देसवती जिणवर कहो, पिण नांहिं कह्यो कुपात्र ॥ १२ ॥
શ્રીજીનેશ્વર મહારાજે ચાર તીર્થ કહ્યા છે, પણ તેરાપંથીઓ સાધુ, સાધ્વી એ બેનેજ તીર્થ માને છે. શ્રાવકેને કુપાત્ર માને છે. પણ જો તેઓ કુપાત્રજ હેત, તે ભગવાને તેમને તીર્થમાં માન્યાજ ન હોત. ભગવાને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેને તીર્થ માન્યા છે. શ્રાવકોને કુપાત્ર ન માનતા સુપાત્ર માન્યા છે, અને તેમને માટે દેશવિરતી ધર્મ ઉપદે છે. ૧૧-૧૨
(૧૪) ઠાણગસૂત્રમાં બીજા ઠાણુમાં પ્રથમ ઉદેશમાં શ્રાવક અને સાધુઓને સુપાત્ર ઠરાવી, તેમને માટે ભિન્નભિન્ન આચારધર્મ ઉપદે છે. જ્ઞાતાસૂત્રમાં શ્રાવક અને સાધુઓને માટે વિનય પણ ભિન્નભિન્ન કહ્યો છે. ભગવતી સૂત્રમાં શંખ, શ્રાવક અને પિકલીજી શ્રાવકને પરસ્પરમાં વિનયન અધિકાર કહ્યો છે. વંદઈનમંસ સૂત્રમાં શ્રાવકના વિનય-અધિકારમાં બારવૃતધારી શ્રાવકને જમાડ્યાને ઉલ્લેખ છે. આ ઉપરથી ) સ્પષ્ટ થાય છે કે ભગવાને શ્રાવકશ્રાવિકાઓને પણ ધર્મના અધિકારી, તીર્થઅંગ અને પવિત્ર માન્યા છે. છતાં તેરાપંથીઓ શ્રાવકશ્રાવિકાઓને કુપાત્ર માને છે અને વૃતધારી શ્રાવકે જમાડવાથી પાપ થયું છે, એમ ઉપદેશે છે! આ કેવળ ધર્મ વિરૂધ છે.
(૧૫) જીતમલ તેમની રચેલી હિતશિક્ષાવલીમાં મુખપત્તિના અધિકારમાં દેવતાઓની કરણને નિરવદ્ય-પૂણ્ય ફળદાયી માને છે. એજ પુસ્તકના પેચાધિકારમાં ૩૫ મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com