________________
૬૦:
જેનશાસ્ત્રો તે એમ કહે છે કે મિથ્યાત્વી પણ જે શુભ કરણ કરે, તો તે કરણી સુખ આપે છે. શ્રી. ભગવંતની આજ્ઞા છે, કે તપ, વંદના, દયા, દાન એ કર્મો મિથ્યાત્વીને હાથે થયા હોય, તે પણ તે પૂણ્ય આપનારા છે. ૧.
इणसे आज्ञामें मानता, मित्थ्यातकी करणी । हांथी सलला वारियो, ज्ञातामें वरणी ॥२॥
શ્રી. ભગવાનની આ આજ્ઞા પ્રમાણેમિથ્યાત્વીની શુભ કરણે પ્રભુ આજ્ઞામાં જ છે. જ્ઞાતાસૂત્રમાં હાથીએ સસલાની દયા કીધી હતી, એ ઉલ્લેખ છે. અને તેના ફળરૂપે તેને શુભફળ મળેલું જણાવ્યું છે. એ ઉપરથી પણ એજ વાત સાબીત થાય છે, કે મિથ્યાત્વીની શુભકરણ પ્રભુઆજ્ઞામાં છે, અર્થાત પુણ્ય આપનારી છે. ૨. मित्थ्याती करणी कर, सुरपद नरपद हेत । अकाम निर्जरा जाणजो, नहीं खांड पारेत् ॥३॥ आ करणी मित्थ्यातकी, कहे जिण आज्ञामांहि । तप वंदणा दया दानमें, इम ए सिद्धांत कराय ॥४॥ મિથ્યાત્વી પણ જે સારી કરણ કરે, તે તેને ઉત્તમ એવા પુરૂષદેહની અને દેવપદની પ્રાપ્તિ થાય છે, કારણ કે અકામ નિર્જરા કદીપણ નિષ્ફળ જતી જ નથી, શ્રી. ઇન ભગવાન કહે છે, કે મિથ્યાત્વની પણ શુભ કરણ, શુભ ફળને આપનારી છે અને મિથ્યાત્વી પણ તપ, વંદના, દયા, દાન ઈત્યાદી કરે, તે તેના તે કાર્યો પ્રભઆજ્ઞામાં છે, એ સિદ્ધાંત છે. ૩-૪
तपादि करणी क्रिया, इणसे पावै सुख्य ।
सुर सुख नर सुख पामिये, पिण नांहि जावै मोक्ष ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com