________________
.: ૪૮ઃ
पाप ढांक प्रभुदया बताई, अपणो एव छिपाई । गौतमजीसे डरता प्रभुजी कां लोकांसे सरमाई ॥मरदो० १९॥ - જે એમ માને કે: ગોશાળાને બચાવી લેવામાં ભગવાને પાપ કર્યું હતું, એમ તેઓ મનમાં જાણતા હતા, છતાં તેમણે પોતાનું કામ સાચું ઠરાવવા રાગપૂર્વક પિતાનું પાપ ઢાંકી દઈને, પોતાના કાર્યને દયાના કાર્ય તરીકે વર્ણવ્યું છે અને એ રીતે ભગવાને પિતાને દોષ છુપાવ્યું છે, તે એ માનવું પણ ખોટું જ છે. કારણ કે ભગવાન કાંઈ ગૌતમસ્વામીથી કે લેકલજાથી ડરતા ન હતા કે તેમને કોઈ પણ રીતે એવું ખોટું કહેવાની જરૂર ન હતી. ૧૯. पूर्णब्रह्म परमातम प्रभुजी, केवलज्ञानी नहीं झूठा । भीषणजी तो जूठा बतावे, दोष लगावे पूठा ॥मरदा० २०॥
ભગવાન મહાવીર પૂર્ણ બ્રહારૂપ, પરમાત્મા અને કેવળજ્ઞાની હતા. તેઓ જુઠા ન હતા છતાં શ્રી ભીખમજી જ્યારે ભગવાનને જ જુઠા બતાવે છે, ત્યારે સ્પષ્ટ એમ કહેવું જ પડે છે, કે તેમનું કહેવું જ અસત્ય છે, અને તેમણે ભગવાન ઉપર જે દોષે લગાડયા છે, તે દોષે પણ માત્ર મનના તરંગથી ઉપજાવી કાઢેલી કપોલકલ્પિત વાતેજ છે. ૨૦. भगवंत केरा वचन उथापे, ते निंदक हे भाई । समकित बिन वा फिरे भटकता, जयमाली दाई ॥मरदा० २१॥
ભગવાનના કથનમાં જે ખેટા દેશે બતાવે છે અને ભગવાનને વચનને ઉથાપે છે, તે ભગવાનને જ નિંદક છે. ભગવાનની નિંદા કરવાથી તેના સમક્તિને નાશ થયો છે, અને તે જયમાલી જેવો–ધર્મભ્રષ્ટ છે, એમજ જાણવું શેષ રહે છે. ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com