SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર : અનાર પણ તેઓ ખાઈ જાય છે. તેઓ બદામને મગજ ખાય છે અને મતીરા નામના ફળને (એ ફળમાંથી લાલકાળાં ઠળીઆ નીકળે છે.) મા પણ ખાય છે. વળી કાંકડીના ચીરીયાં અને નાગરવેલના પાન પણ તેઓ ખાય છે. ૨-૩ फल लीज पत्ता सचित, भोगै न साधु जैन । दश वैकालिक कहत है, अष्टममें अध्यन ॥ ४ ॥ प्रत्यक्ष पंचभी खावतो, वनास्पतीया काय । काल उलंघन नां दिवे, पूछत ही नट जाय ॥ ५ ॥ काचा गुला जो ठोकतो, अनार कावुल वाली । पछां पाछा इम कहै, म्है छिमकी खामा तरकारी ॥६॥ ફળ બી અને પાંદડા એ જૈન શાસનની આજ્ઞા પ્રમાણે સચિત વસ્તુ છે, આથી જૈન સાધુઓએ તે ન ખાવી, એવું જૈન શાસનનું ફરમાન છે. દશ વૈકાલિકસૂત્રના આઠમાં અધ્યયનમાં આ વિધાન સ્પષ્ટ કરીને આલેખ્યું છે. આટલું છતાં તેરાપંથી સાધુઓ વનસ્પતિ ખાય છે અને એ ખોરાક ખાવાને મળતી એકપણ તક તેઓ જવા દેતા નથી. વળી તેઓ કાચા ફળે પણ ખાઈ જાય છે અને જ્યારે કઈ તેમને “તમે સાધુ થઈને આ વનસ્પતિ કેમ ખાઓ છો?” એ પ્રશ્નન કરે છે, ત્યારે શરમાયા વિના એમ કહે છે, કે “અમે એ લીલોતરી કાચી કયાં ખાધી છે? એને વઘાર દઈને, વઘારીને ખાધી છે; એટલે અમને કાચી લીલોતરી ખાધાનો દોષ લાગતો નથી ! ૪-૫–દ. ग्रहस्थ मनमें जाणतो, म्है घालां हाथो हाथ । • इण कारण परदाढक, के बिगड जायकी बात ॥ ७ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy