________________
:૩૧૮:
પાપને નાશ કરવા માટે છે. હવે તમારે એથી ઉલટી વાત કરવી હોય, તે ભલે કરો. જે ખરે જેન છે, તે તે ભગવાનના વચનને કદી પણ ઉથાપવાને નથી. એ તે નિત્યે - જૈનપ્રતિમા પૂજતોજ રહેશે, અને તિલક પણ કરતા રહેશે. જેઓ તમારા જેવા નિંદકની કટિબાજીમાં ફસાઈ ગયા છે, તે બિચારા તે જૈનપ્રતિમા ક્યાંથી પૂજવાના હતા, કે તિલક ક્યાંથી કરવાના હતા ? વળી સાંભળે જે ગૃહસ્થ મુહપત્તિ રૂપી તબરા બાંધીને તમારી પાસે સામાયિક કરવા બેસે છે, તેને જોઈને તમે ઝટ જાણી જાઓ છે, કે એ તમારા સંપ્રદાયના ગૃહસ્થ છે, એ જ પ્રમાણે તિલકથી જૈન ધર્મી તરત ઓળખાઈ આવે છે. તિલકથી ઝટ માલમ પડી આવે છે, કે એ તિલક કરનારે મૂર્તિપૂજક જૈન છે. મૂર્તિપૂજા કરવાની ભગવાનની આજ્ઞા છે, અને તે આજ્ઞા રાયપ શ્રેણી વગેરે સૂત્રોમાં સ્પષ્ટ જણાવેલી છે. મુખ બાંધી રાખવાની આજ્ઞા કોઈપણ સૂત્રમાં નથી, તે છતાં તમે તમારા અંધ શ્રદ્ધાળુ શ્રાવકો પાસે સામાયિક વખતે મુહપત્તિ બંધાવે છે. મુખ બાંધવાની આજ્ઞા સૂત્ર ગ્રંથમાં તે સાધુએને પણ આપી નથી, તે પછી એવી આજ્ઞા ગ્રહસ્થને માટે તે કયાંથીજ હોઈ શકે? વળી તમે જે બત્રીસ સૂત્રોનું માને છે, તે સૂત્રમાં શ્રાવકને માટે મુહપત્તિ પુંજણ આસન વગેરે રાખીને કેઈપણ જગાએ ઉલ્લેખ નથી તમારા જીતમલજી ભ્રમવિદ્ધસણ નામના ગ્રંથમાં પૃષ્ટ ૪૩ તથા ૪૪ માં લખે છે કે શ્રાવકે પાયિકમાં પંજણી આસન આદી રાખે છે, એ બધુ પાપ રૂપે છે. આ લખાણુધી તો એમ સાબીત થાય છે, કે તમારા શ્રાવકે મુખ બાંધે છે, અને સામાયિક આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com