________________
:૩૧૫:
ઉત્પન્ન કરવામાં, જીન ભગવાનની ભક્તિ અને દર્શનનાં ભાવ રહેલા છે. નગારા જેવી અજીવ વસ્તુથી જે અવાજ ઉત્પન્ન થાય છે, તેથી જીવની ઉત્પત્તિ કે જીવની હિંસા થતી નથ જૈન શાસ્ત્રોમાં લખ્યું છે; કે ક્રોધ, માન, મેહિ, પાપ, આદીને વશ થઈને, જે કેાઈ જીવ હણે છે; તેને હિંસાનું પાપ લાગે છે. પરંતુ દયા ભાવથી અથવા દવા ભાવના કામેા કરતા, કે ભગવાનની ભક્તિ કરતા, જે જીવ હણાય છે, તેનું પાપ લાગતું નથી; કારણ કે એ કાર્યોની અંદર હિંસાના ભાવ રહ્યો નથી. ભગવાનના સમેાસરણમાં દેવતાએ પણુ, ભક્તિ ભાવથી વાદ્યો વગાડયા હતા, એવા જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. જો આવા કાર્યોમાં હિંસા થતી હાત, તા. ભગવાન તરત એવા કામાને બંધ કરાવી દેત. તેજ પ્રમાણે વાદ્યો વગાડવાની મના કરત. પરંતુ એવું કેાઈ જૈન સૂત્રોમાં લખવામાં આવ્યું નથી. સૂત્રોમાં તેા ઉલટું આવા પ્રસંગોએ દેવતાઆએ વાદ્યો વગાડયા હતા, એવુજ જણાવેલું છે. સૂત્રોમાં વાદ્યો વગાડવાના કાને ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યુ છે; કે જેના સૂત્ર પાઠ અમે આગળ લખી ગયા છીએ. અઈમુત્તા મુનિરાજે પાણીની સપાટી ઉપર માટીની પાળ ખાંધી હતી. અને પેાતાનું પાત્ર તેના ઉપર તરાવ્યું હતું, એ મુનીરાજના ભાવ એ હતા, કે જેવી રીતે એ પાત્ર તરે છે, તેવી રીતે હું આ સંસાર સમુદ્રથી પાર તરી જઈશ. મુનીરાજના આવા ભાવને દ્વીધે, તેમને તરતજ કેવળ જ્ઞાનની પ્રીત્તિ થઈ હતી, અને તેઓ માક્ષે પધાર્યા હતા. ભગવાને પણ મુનીરાજના આ કાર્યČને, નિર્દોષ કહ્યું છે અને પનીરાજને દોષ પાત્ર
ઠરાવ્યા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com