________________
पंथी कपट रच करी, पहली सोगन दराय । इण कारण वर्जें नहीं, कुटुंब फस्या जालके मांहि ॥ ९ ॥
જે નવા ગૃહસ્થો તેરાપંથી સાધુ થવા, કોઈપણ તેરાપંથી ગુરૂની પાસે જાય છે, ત્યારે તે તેરાપંથી સાધુ, સિદ્ધસાધક જેવી અથવા એવીજ બીજી કાંઈ કપટરચના કરે છે. એથી ચેલે થવા આવનાર ગૃહસ્થ, પ્રથમ પ્રતિજ્ઞા ઉપર એ એકરાર કરે છે, કે હું કઈ આફતમાં આવી પડવાથી અથવા તે કઈ તેરાપંથી સાધુના ભરમાવવાથી સાધુ થતું નથી, પણ સ્વેચ્છાથી આત્મ કલ્યાણ માટે સાધુ થાઉં છું. ૯
मेवा माल बहु खांडने, बरफि कभि पन खाय । पहिरणने कपडां घडां, जो पंथी वन जाय ॥ १० ॥ भृष्टा पात्र प्ररठाणो, आ सोंपियो काम । केसी स्वर्ग मिल तनै, करै, भंगीका काम ॥ ११ ॥
અને ખરેખર! જે ગૃહસ્થ આ ઉપદેશને વશ થઈ તેરાપંથી જૈન સાધુ થાય છે, તેમને મેવા, માલ, મિઠાઈ, ખુબ ખાંડ નાંખી બનાવેલા પકવાને, બરફી, પેંડા વગેરે ખાવાને મળે છે અને પહેરવાને મનગમતા વફેદ વસ્ત્રો પણ ખુબ મોટા પ્રમાણમાં મળે છે; પણ અફસોસ! કે તેને મનના મેતીરૂપી મોક્ષ મળતું નથી, અને તેને બદલે મળમૂત્રના પાત્રો સ્વચ્છ કરવાનું જ કામ તેને કરવું પડે છે! આમ સ્વર્ગ મળવાની વાત તો દુરજ રહે છે, પણ તેને સ્થાને ગુરૂના વાસણ માંજવા, દેવા અને મળમૂત્રાદિના પાત્રો સાફ કરવાનું એ ભંગીકૃત્ય તેને કરવું પડે છે! ૧૦-૧૧
भरभर पात्रा मूत्रका, भिस्ती जिमधिडकाय ।
गलियां बीच बजारमें, दुर्गध देत सिडाय ॥ १२ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com