________________
:૩૦૮:
એના આચાર વિચાર પ્રમાણે ચાલતા પણ નથી અને તમે એ સાધુઓની શ્રેણીમાં ગણી શકાતા પણ નથી. સાધુઓના આચાર વિચાર કેવા છે, તે સુધર્મા સ્વામીના સાધુઓના આચાર વિચાર ઉપરથી સ્પષ્ટ થાય છે. સુધર્મા સ્વામીના સાધુઓના આચાર વિચારે નીચે પ્રમાણે હતા (૧) સુધર્મા સ્વામીના સાધુઓ ખુલ્લું મોટું રાખતા હતા ત્યારે તમે તો સુખ બાંધી રાખી છે. (૨) તેઓ ૨૪ આંગળની દાંડીનું રજે હરણ રાખતા હતા, તમે બે હાથની દાંડીનું લાંબુ પૂછડું, રજે હરણને સ્થાને રાખે છે. (૩) એ સાધુઓ અંદર પાંગરણી (દેહ ઉપર ધારણ કરવાનું નાનું વસ્ત્ર) રાખતા. હતા, તમે ગાતી બાંધે છે. જેના પ્રમાણે તે હું પહેલાંજ ખંડમાં આપી ચુક્યો છું. (૪)પ્રાચીન સાધુઓ રાત્રે દિશાએ જઈ ચાવીને સ્વચ્છ થવાને માટે પાણી રાખતા હતા, તમે એવે પ્રસંગે મૂત્રથી ઉર્વ અવયવે સાફ કરે છે. (૫) એ સાધુઓ ઘુંટણથી ચાર આગળ નીચે આવે એવા, ચાળપટ્ટો પહેરતા હતા, તમે પગ સુધી પહોંચે એ લાંબે ચાળ પટ્ટો પહેરે છે કે જેઓ પોશાક મુસલમાન પુરૂષે પણ પહેરે છે. (૬) એ સાધુઓ હાથમાં દંડ રાખતા હતા, તમે હાથમાં એ રાખે છે. (૭) તેઓ પાત્રમાં ગુપ્ત રીતે ગોચરી લઈ આવતા હતા, તમે તે લટક્તા હાથમાં ખુલ્લું દેખાય એવી રીતે પાત્ર પકડીને આખા જગતને દેખાડતા દેખાડતા ગોચરી વહેરો લાવે છે. (૮) તેઓ વંદના કરનારાઓને ધર્મ લાભ કહેતા હતા, તમે ધર્મ લાભ કહેતા નથી. (૯) તેઓ દયા દાનમાં ધર્મ માનતા હતા, તમે તે દયા દાનમાં પાપ માને છે અને ઉલટા જીવ બચાવનારને અરાદ્ધ, પાપ લાગે છે, એમ માને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com