________________
:૩૦૯:
છે;(૧૦)તેઓ પ્રતિમાઓની ભાવપૂજા કરતા હતા અને ગૃહસ્થને મૂર્તિ પૂજાને ઉપદેશ આપતા હતા, જેથી ગૃહસ્થ દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા બન્ને કરીને પોતાના આત્માનું કલ્યાણ ચહાતા હતા; તમે ભગવાનની તથા ભગવાનની પ્રતિમાની નિંદા હાકે રાખે છે! (૧૧) તેઓ ભગવાનના વચનને શ્રદ્ધા. સહિત માનતા હતા, અને સૂત્રોની સઘળી વાતોને માન્ય રાખતા હતા; તમે ભગવાનના દસ દોષે બતાવો છે અને સૂત્ર તે મનતા જ નથી. તમે જે કાંઈ થોડા ઘણા સૂત્રો માને છે, એ સૂત્રોમાંથી મૂર્તિ પૂજા તથા જીવ દયાની જે વાતે મળી આવે છે, તેને પણ તમે માનતા નથી. વળી જે સૂત્રોને તમે માને છે, તેને પણ માત્ર નામનાજ-માનવા ખાતરજ માને છે, ખાસ પ્રેમથી તે તમે તમારા ગુરૂએ બનાવેલા ઢાલ અને રાસડાઓને જ માને છે. (૧૨) એ સાધુઓ સુતકીપાતકીને થરનું તથા રજસ્વલાના હાથનું અને ઉચ્છિષ્ટ અન ખાતા ન હતા, તમે તો એ બધાનું જ ખાઓ પીઓ છે. (૧૩) તેઓ સાધ્વીઓ પાસે સંથારે બીછવાવતા ન હતા, તથા સાધ્વીઓને પણ વિહારમાં સાથે રાખતા ન હતા, તમે તે તમારી સાધ્વી પાસે સંથારા પથરો છો અને વિહારમાં ગામેગામ તેમને સાથે રાખે છે કે જે પ્રમાણે ગૃહસ્થો પિતાની સ્ત્રોને પાસે રાખે છે!! આમ અનેક લક્ષણે એવા છે, કે જેને સુધર્મા સ્વામીના સાધુઓ પાળતા હતા, પણ તમે તેને પાળતા નથી. આવા કારણથી તમે સુધર્મા સ્વામીના સાધુઓની શ્રેણીમાં આવી શકે તેમ નથી, જુઓ : પાંડેના કાળમાં મનુસ્મૃતિ ઈત્યાદિ ધર્મશા વડે રાજકાર્ય અને પ્રજાપાલન થતું હતું. હવે અંગ્રેજ સરકારના રાજ્યમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com