________________
૩૦૭૪
હતે? અને કયા બારવણી દુષ્કાળના વખતમાં યતિઓએ મૂર્તિપૂજા શરૂ કરાવી હતી? ભીખમજી થઈ ગયા પછી આજ સુધીમાં આઠ પાટધરે થઈ ગયા છે, પણ કેઈએ આ વાતે સિદ્ધ કરી તેને ગ્રંથ છપાવવાની તસ્દી લીધી નથી! તેમજ કેઈએ એ વાતો સૂત્રોના પ્રમાણે આપીને પણ સાબીત કરી નથી. '
આમ છતાં સંવત્સરીને દિવસે તમે અજ્ઞાન મૂર્ખાઓને એવી રીતે બહેકાવી મૂકે છે, કે તમારા ઉપદેશને વશ થએલા એ મૂર્ખાઓ, નતે વિદ્યા ભણને સારાસારને વિચાર કરે છે, તે કેઈ કાળે પણ એ અભણ મૂખીઓનું કલ્યાણ થવાને પ્રસંગ આવે છે! તમે સાધુ નામ તે ધરાવે છે, પણ સાધુ નામ ધરાવીને શા માટે બીજાઓની તથા ભગવાનની અસત્ય નિંદા કરી છે? તમારે સમજવું ઘટે છે, કે તમારા આવા વર્તનથી નતે કોઈનું કલ્યાણ થયું છે, તે કોઈનું કલ્યાણ થઈ શકે એમ છે!
પંથી–સાધુની જે પ્રાચીન પ્રણાલી છે, તે પ્રમાણે તે અમારા તેરાપંથી સાધુઓજ વતે છે અને યથાર્થ આચાર વિચાર પાળે છે, અર્થાત પ્રાચીન સાધુઓના જેવાં પ્રકારના આચારે હતા, તેવાં જ યથાર્થ આચારેનું પાલન અમે કરીએ છીએ. આથી જે કઈને યથાર્થ જૈન સાધુ ગણી શકાય એમ હોય, તે અમને જ ગણી શકાય એમ છે, અને એજ કારણથી અમારે ધર્મ. પ્રાચીન સાબીત થાય છે.”
જૈની-નહિ નહિ! તમે એ પ્રાચીન સાધુઓની શ્રેણીમાં તે કદી પણ સામેલ થઈ શકે એમ નથી. તો એ સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com