________________
૨૯૭
માનતા નથી; એ ન્યાય અતિ વિપરીત છે. કદાચ એ ન્યાયને થલી પ્રદેશમાં વસતા અગરવાલના જમણવાર સાથે સરખાવી શકાય ખરે! ચલીના અગરવાલે જ્યારે જમણવાર કરે છે, ત્યારે તેઓ નજીકના સગાંઓને લાડુ પીરસે છે અને બીજા ન્યાતિલાઓને એકલાં વડાંજ પીરસે છે!! એજ પ્રમાણે તમે સૂત્રો દેવર્ધિગણિ મહારાજના લખેલા માને છે અને ગ્રંથ તેમના લખેલા માનતા નથી! પણ હવે તે અગરવાલોએ પણ ઉપલે રિવાજ તજી દીધો છે, એટલે તમારે પણ તમારી ઉપરક્ત માન્યતા તજી દેવી જ જરૂરી છે. પ્રતિ મા વેચાતી લેવામાં આવે છે, તેથી પ્રતિમાપૂજાને જેઓ વેચાત લીધેલ ધર્મ માનતા હોય તેમની હકીકત હવે વિચારી જોઈએ. વેચાતે લીધેલ ધર્મ, એ વિશેષણ જે કેઈપણ જૈન સંપ્રદાયને લાગુ પડતું હોય, તો તે તેરાપંથી જૈન સંપ્રદાયને જ લાગુ પડે છે; કારણ કે જે ગ્રામ કે શહેરના તેરાપંથી જૈન દશ–વીસ હજાર રૂપીઆને ખર્ચ કરવા તૈયાર થાય છે, ત્યાંજ તેરાપંથી પૂજ્ય ચોમાસુ કરે છે, અન્ય સ્થળે તેઓ ચાતુર્માસ કરતા નથી. અર્થાત આ ચાતુર્માસ દ્રવ્યના બદલામાં જ થાય છે. જે પૂજ્યજીને ચાતુર્માસ કરાવે, એમાં તમે ધર્મ માને છે તે ફરી એમ કેમ કહે છે કે જે ધર્મમાં દ્રવ્ય વપરાય છે તે ધર્મ, ધર્મ નથી. આ દ્રષ્ટિએ તે તમારે ધર્મ પણું, વેચાતે ધર્મ એજ કક્ષામાં આવી શકે છે. તમે તેરાપંથી પૂની , યાત્રાએ આવવા યાત્રાળુઓની સગવડ સાચવવા, તેમને સ્ટેશનથી ગાડીઘોડામાં ઉતારે યા સ્થાનક સુધી લઈ આવે છે અને તેમને માટે પાણી, વાસણો, લાકડાં વગેરેની સગવડ કરે છે, તથા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com