________________
Ref:
જૈવ-અજૈન પ્રતિમાઓનું વેચાણ થાય છે, તે જોઈને તમે જૈન પ્રતિમાઓનું પણ વેચાણ થાય છે, એમ કહેા છે; એ તમારી ગંભીર ભૂલ છે. જૈન પ્રતિમાઓનુ વેચાણ થતુંજ નથી નવા જૈન મંદિર સ્થપાય છે, તેમાં જીના મંદિશમાંથી મૂર્તિ લાવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અથવા પ્રતિમાજીએના ભંડારમાંથી, પ્રતિમાઓ લાવીને તેની નવા મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને બીજી ખંડિત પ્રતિમાઓને લેપ કરીને અર્થાત્ તેને સુધારીને તૈયાર કરાવવામાં આવે છે, અને મદિરોમાં તે પ્રતિમાંઆની સ્થાપના કરવામાં આવે છે. ઘણા તેરાપંથી શ્રાવકાના ઘામાં તથા વીકાનેરમાં ચિંતામણીજીના ભંડારમાં સંપ્રતિરાજાના વખતની ઘણી પ્રતિમાઓ છે. તેમાંથીજ પ્રતિમાઓ મંગાવી લેવામાં આવે છે અને તેની નવા મદિરામાં સ્થાપના કરવામાં આવે છે, ભગવાન શ્રી મહાવીર સ્વામીના નવમાં પાટ ઉપર આચાર્ય મહારાજ શ્રી આર્ય સુહસ્તિસુરીજી થયા હતા. શ્રી. સંપ્રતિરાજા, એ આચાર્ય મહારાજના શ્રાવક હતા. એ રાજાએ ગુરૂજીની આજ્ઞાથી, સવા કરોડ જિનપ્રતિમાઓની સવા લાખ જૈન મંદિરામાં સ્થાપના કરાવી હતી અને સવા લાખ જૈન મંદિરની મરામત કરાવી હતી, જેના ઈતિહાસ જૈન સંઘમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. આ જૈન ગ્રંથા પૂર્વધરાએ રચેલા હતા અને શ્રી. દેવગ્નિગણિ મહારાજે પૂ`ધરાના રચેલા સૂત્રો તથા ગ્રંથા પ્રાકૃતમાં બનાવીને તેનું આલેખન કર્યું હતું. એટલાજ કારણથી શ્રી દેવદ્ધિગણિજીને લેખક કહેવામાં આવ્યા છે. તેરાપંથીઓ, સૂત્રો દેવર્ષિણના રચેલા માને છે પણ ગ્રંથા તેએશ્રીના રચેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com