________________
૨૫:
ગૃહસ્થ છકાય જીવેની હિંસા કરીને પૂજ્યના દર્શને જાય છે અને એમાં છ કાય જેની હિંસા થાય છે, એમ માને પણ છે તો પછી તમે હિંસામાં દર્શન ધર્મ કેવી રીતે માની શકે? તમારા કથનને તમારેજ જે સત્ય પ્રમાણ તરીકે સાબીત કરવું હોય, તો તે તમારે તમારા પૂજ્યનું દર્શન પણ પાપનું દર્શન માનવું જોઈએ. જો તમે તમારા પૂજ્યના દર્શનને પણ પાપનું કાર્ય કહેશે, તે તે તમે ભીખમજીના સાચા અનુયાયી તરીકે તેમની શ્રધ્ધામાં રહેલા છે, એમ ગણાશે અને જે તમે દર્શનમાં પાપ નહિ માનશે, તો તમે પણ ભીખમજીની શ્રધ્ધામાંથી ભ્રષ્ટ થઈ ગએલા ગણાશે, કારણ કે ભીખમજીએ ધર્મના કાર્યોમાં થતી હિંસાને જોઈને, એ હિંસાને લીધેજ એવા ધર્મકાર્યોને પણ પાપના કાર્યો માન્યા છે. ભીખમજીએ બનાવેલી અનુકંપાની પાઈ જેવાથી, આ વસ્તુ માલમ પડી આવે છે. એ જ પ્રમાણે જીતમલજીએ ભ્રમવિધ્વંશના ગ્રંથના ૬૫ માં પૃષ્ટમાં પણ લખ્યું છે, કે કાર્યના સાધનામાં અનુકંપા નામ દયાને, સાવદ્ય અને નિરવદ્ય જાણવી. જે કાર્યના સાધનો પાપ આપનારા હોય, તે કાર્યમાં અંતર્ભત રહેલી દયાને પાપની દયા માનવી, અર્થાત્ એવી દયા કરવામાં પાપ થાય છે, અને જે કાર્યના સાધનો પૂણ્યને આપનારા હોય, તે કાર્યમાં અંતભૂત રહેલો દયાને, પૂણ્યની દયા માનવી, અર્થાત્ એવી દયા કરવામાં પૂર્ણ થાય છે.
પંથી–પ્રતિમા પૂજવામાં ધર્મ નથી જ, કારણ કે પ્રતિમા તે વેચાતી પણ લઈ શકાય છે, ત્યારે ધર્મ વેચાતે લઈ શકાતો નથી, તે તો અમૂલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com