________________
૨૯૮:
અગ્નિસંસ્કાર કર્યો હતે આ પ્રમાણે ઇદ્રોએ પ્રભુની ભક્તિ કરી હતી અને તેને પ્રભુનું નિર્વાણ કલ્યાણક કહ્યું છે. પ્રભુનું એ પાંચમું લ્યાણક છે. આમ જન્મથી મરણ સુધી તીર્થકરોની પૂજ, વંદના, આદિ થાય છે. તે પછી તમે તેરાપંથીઓ એમ કેમ કહે છે, કે તીર્થકરેની તેમના જીવન કાળમાં કેઈએ પૂજા કરી ન હતી? તમારું આ કથન છેટું છે, અને તે પરથી સાબીત થાય છે, કે તમને જેનશાસનું બીલકુલ જ્ઞાન નથી!
પંથી–પ્રતિમાની પૂજા કરવાથી છ કાય જીવોની હિંસા થાય છે, અને હિંસામા ધર્મ નથી, અર્થાત પ્રતિમા પૂજવામાં પણ ધર્મ નથી.
જેની–તેરાપંથીઓ જે બત્રીસ સૂત્રોનું માને છે, તેમાં નંદિ સૂત્રને સમાવેશ થાય છે, અને નંદિસૂત્રમાં રાયપ્રણ સૂત્ર અને મહાકલ્પ સૂત્રની શાખ આપવામાં આવી છે. એ બંને સૂત્રમાં લખ્યું છે કે શ્રી મહાવીર ભગવાને જલ, ચંદન અને પુષ્પથી જીન પ્રતિમા પૂજવાની આજ્ઞા કરી છે; અને પ્રભુની આજ્ઞા રૂપે ધર્મ કરવાથી, હિંસા દેષ લાગતું નથી, એમ કહ્યું છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં દયાના સાંઠ નામે આપ્યા છે, તેમાં યજ્ઞ અને પૂજા કરવી એને પણ દયા કહી છે. યજ્ઞ એટલે ભાવ પૂજા, અને પૂજા એટલે દ્રવ્યપૂજા છે. આ બંને પૂજાઓને સંવરદ્વારમાં દયા તરીકે જણાવી છે. જ્યાં દયાને તથા ભગવાનની ભક્તિને ભાવ છે, ત્યાં હિંસાને ભાવ શાત્રે મા જ નથી; અને પૂજા કરવાની તે ભગવાનની સ્પષ્ટ આજ્ઞા પણ છે. તેરાપંથી પૂજ્ય પિતાના ગૃહસ્થ અનુયાયીઓને પિતાના દર્શન કરવાની આજ્ઞા આપે છે. એથી તેરાપંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com