________________
ક૨૯૩૪
જેની–ભગવાન માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી માંડીને સિદ્ધ થઈ ગયા, ત્યાં સુધી તેમનું પુજન અને વંદન કરનારા ઘણા હતા. ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા, ત્યારે ત્રણ જ્ઞાન તથા ક્ષાયિક સમ્યકત્વ ધરાવતા હતા, ત્યારે શકેન્દ્ર મહારાજાએ તેમને નમસ્કાર–“નમેન્થણું” કહ્યું હતું. જ્યારે ભગવાને જન્મ લીધે, ત્યારે શકેન્દ્ર મહારાજ ભગવાનને, મેરૂ પર્વત ઉપરના નંદન વનમાં આવેલી પાંડુક શિલા પર લઈ ગયા હતા, અને ત્યાં તેમનું જલચંદન અને પુષ્પો વડે પુજન કર્યું હતું. એને જન્મ કલ્યાણક કહે છે. કલ્યાણને અર્થ મુક્તિ થાય છે. ગૃહસ્થપણુમાં તથા છવસ્થપણામાં જે લોકે ભગવાનને તીર્થકર જાણતા ન હતા, તે લોકોએ તેમને પૂજ્યા ન હતા. કેવળ જ્ઞાન થયા પછી ભગવાનને બધા લેકે સમગિતિ તીર્થકર તરીકે જાણતા હતા, અને ત્યારથી તેમનું વંદન પૂજન થતુ હતું. શ્રાવકે ભગવાનની ભક્તિ નિમિત્તે ભગવાનન મંદિર અને મૂર્તિ બનાવીને તેનું પૂજન કરે છે, અને ચેસેઠ ઇંદ્રો સ્વયં જાતે આવીને ભગવાનની પ્રતિમાને પૂજે છે. તમારા તેરાપંથીઓના શાસ્ત્રોમાં પણ કહ્યું છે, કે તીર્થકરે કેવા મહાન છે, કે જેમને ચેસેઠ ઇદ્રો માને છે! તમારા આ કથનથી ભગવાનની પૂજા સિદ્ધ થઈ જાય છે. પૂજા શબ્દમાં જલ, ચંદન, પુષ્પ વગેરેથી પૂજા કરવાનું સમાઈ જાય છે. જંબુ દ્વિપપન્નતિ સૂત્રમાં લખ્યું છે, કે અષ્ટાપદ ઉપર ઝષભદેવજી મુક્તિએ પધાર્યા હતા. તે વખતે ઇંદ્રઆદિ દેવતાઓ આવ્યા હતા. તેમણે ભગવાનના મૃત શરીરને સ્નાન કરાવ્યું હતું અને ચંદન કેસરથી અર્ચના કરી હતી, મૃત દેહને પુખેથી સુગંધીત કરી હતી અને પછી ચંદનની ચિતામાં મૃતદેહને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com