________________
:૨૮૮:
સૂત્રમાં લખ્યું છે, કે આનંદજી શ્રાવકે અન્ય દેવની પ્રતિમા પૂજવાને ત્યાગ કર્યો હતો. અને જેન દેવની પ્રતિમા પુજવાનું ચાલુ રાખ્યું હતું. તમને તેરાપંથીઓને અન્ય દર્શની દેવમાં દેવત્વ દેખાય છે, પણ જેન દેવામાં દેવત્વ દેખાતું નથી. એ તમારી અકલને નમુને છે. અન્ય દેવની પૂજા કરવાનું કાર્ય સંસાર ખાતામાં જમા થાય છે, એમ તમે કહે છો; તે સ્વધર્મી દેવના પુજનથી ધર્મ ખાતું થાય છે, એમ પણ કહેવું જ જોઈએ. તમારા આ કથનથી સિદ્ધ થાય છે, કે અન્ય દેવના પૂજનમાં પાપ છે, તે સ્વધર્મના દેવને પંજવાથી ધર્મ અને પૂણ્ય છે. જરા હજી પણ હૃદયના નેત્રોને વધારે બેલે અને જુઓ : તમારા પૂજ્ય શ્રી જીતમલે “હિતશિક્ષા વલીમાં કહ્યું છે, કે દેવતાઓ પોતાના વિશ્વ ટાળવા, અરિહંત ભગવાનની પ્રતિમાને પૂજે છે. જે પ્રતિમાને પૂજવાથી દેવતાઓનું વિન દુર થાય છે, તે પ્રતિમાને પૂજવાથી મનુષ્યના વિદને કેમ ન મટે? જરૂર મટવાજ જોઈએ. તે પછી તેરાપંથી ગૃહસ્થોએ પિતાના સમ્યકત્વને બટ્ટો લગાડીને અન્ય દેવોને, શા માટે ગ્રહણ કર્યા છે? શું તેરાપંથી ગૃહસ્થ આપણા જૈન દેના સમ્યકત્વને જાણતા નહિ હોય?
પં–માતા, બહેન તથા પત્નીનું સ્વરૂપ એક સરખું છે, પિતાની સ્ત્રીના જેવુંજ માતા અને બહેનનું સ્વરૂપ પણ જોઈને, માતા અને બહેનને, કેઈપિતાની પત્નિ બનાવશે કે? નહિજ બનાવે. તે પછી પ્રતિમાનું સ્વરૂપ ભગવાનના સ્વરૂપ પ્રમાણેજ જાણુંને, એ પ્રતિમાને પુજવામાં, વાંદવામાં અને માનવામાં શું રહસ્ય છે? કાંઈજ રહસ્ય નથી. અર્થાત આ બધું બેટું ઢંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com