________________
:૨૮૭:
પ્રતિમા હોય છે, ભગવાનના તે સ્વરૂપનું, એ પ્રતીમાથી જ્ઞાન થાય છે. ચિત્ય શબ્દનો અર્થ મતિ, કૃતિ, આદિ જ્ઞાન થતા જ નથી વળી તમારા તેરાપંથીઓમાં એવો રિવાજ છે, કે તમારા સાધુઓના શબને એક મુહુર્ત સુધી તમારી નિશ્રામાં રાખો છે, તેને તમે વંદો છે અને ગૃહસ્થની પાસે પણ વંદન કરાવે છે. તે પછી તેને ગૃહસ્થોને સેંપી દે છે. તમે તેરાપંથીઓ એ શબને કેમ વંદન કરે છે? એ શબ શું વ્યાખ્યાન આપે છે, ઉપદેશ આપે છે, કે જ્ઞાન આપે છે? સિધ્ધ ભગવાનને તે તમે પણ નમસ્કાર કરી છે, એ સિદ્ધ ભગવાન શું તમને ઉપદેશ આપે છે, વ્યાખ્યાન સંભળાવે છે. અથવા જ્ઞાનપ્રદાન કરે છે? એ સિદ્ધોદ્વારા પણ એમાંનું કંઈજ થતું નથી. જેમ આમાનું કંઈપણ ન થવા છતાં, સિદ્ધ પૂજનીય છે; તેજ પ્રમાણે અરહંત ભગવાનની પ્રતિમાનું પણ સમજવાનું છે. તમે કહેશો, કે સિદ્ધ ભગવાનમાં કેવળ જ્ઞાન છે; તેથી અમે તેમને માનીએ છીએ. પરંતુ સિદ્ધ ભગવાનનું કેવળજ્ઞાન તમારા શું ઉપયોગમાં આવે છે? શું એ કેવળજ્ઞાન તમારા દિલનો સંશય દુર કરી શકે છે? નહિ. તે પછી એમ કેમ કહો છે, કે પ્રતિમાના દર્શનથી શું લાભ થાય છે? અર્થાત તમારું આ કહેવું પણ નિરર્થક છે.
પંથી–તેરાપંથી ગૃહસ્થો અન્ય દેવતાઓનું પૂજન કરે છે, એ બધું ગૃહસ્થના સંસાર ખાતામાં ગણાય છે.
જેની–જૈનધમી ગૃહસ્થ, અન્ય ધર્મના દેવે અથાંત મેરૂ, પાવું, રામદેવ, શેડલ, મહામાયા, માલાસી, કુળદેવી, ઈત્યાદિ તથા જૈનધર્મમાં કહેલા દે, તીર્થકર મહારાજ તથા
તીર્થકર મહારાજની પ્રતિમા પુજે છે. ઉપાસ્સગ દશાંગજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com