________________
:૨૮૬
૫૦-આપણું ઘર તથા ઉપાશ્રયની જગાએ અનત સિધ્ધા થઈ ગયા છે, એટલે એજ સ્થાનને સિૠપિડીકા માની લેવી જોઇએ; સિધ્ધપિટીકાને માટે તમારે શત્રુજય ઉપર જવાના તકલીફ શા માટે લેવી જોઇએ ?
જૈની-તમારા સ્થાનકની જગાએ પણ અનંત આચાર્યા થઇ ગયા છે; તેા પછી એજ સ્થાને તમે આચાર્ય ને વંદન કેમ કરી લેતા નથી ? ચૈત્ર મહીનામાં તથા ચૈત્ર મહિના પછી, તમે તેરાપથી તમારા આચાર્યનું દર્શન કરવા માટે ઢાડાદોડી કરી મૂકે છે અને દુર દુર જઇને તેમના દર્શન કરી આવે છે; તમારા સ્થાનકમાં અનત સિધ્ધા થઈ ગયા છે, તે પછી તમે તેમનુંજ દન વંદન કેમ કરી લેતા નથી? એજ પ્રમાણે તેરાપંથી ગૃહસ્થાના ઘરને સ્થાને પણ અનત આચાર્ચો થઇ ગયા છે; તેા પછી તમે તમારા પૂજ્યને વંદન કરવા માટે દુર દુર શા માટે જાએ છે? તમારા ઘેરે થઇ ગએલા આચાનેિજ તમે કેમ વંદન કરી લેતા નથી ? અને આચાર્યના સ્થાન સુધી જવાની તકલીફ કેમ ઉઠાવા છે ? તમે જેવા પ્રશ્ન પૂછ્યા છે; તેવાજ મે તમને ઉત્તર આપ્યા છે.
૫૦–સાધુનું દર્શન કરવા જઈએ છીએ, તે સાધુ જ્ઞાનને ઉપદેશ આપે છે. તથા વ્યાખ્યાન સંભળાવે છે. પ્રતિમા શું સંભળાવે છે, અથવા શું ઉપદેશ આપે છે; કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે?
જૈની–પ્રતિમા ઉપદેશ તે આપતી નથી, પણ જ્ઞાન તા અવશ્ય આપે છે. એજ કારણથી પ્રતિમાનું નામ ચૈત્ય ચૈઇય કહ્યું છે. પ્રતિમા પરમેશ્વરનુ ચૈતન્ય કરાવે છે; અર્થાત પરમેશ્વરનું સ્મરણ કરાવે છે; એટલે કે ભગવાનના જે સ્વરૂપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com