________________
જન્મ લેતા નથી. તમને એ સ્વરૂપ પાછળથી સ્થાપનાથી પ્રાપ્ત થાય છે, તે પછી સ્થાપના જુઠી છે, એમ શા માટે કહો છો? આમ સ્થાપનાનું મહત્વ તો તરાપંથીઓમાં પણ છે; અર્થાત તમે સ્થાપના નિરર્થક છે એમ કહે છે, તે મિચ્યા છે. તેરાપંથી આચાર્ય (પૂજ્ય) પાટસહીત સાધુ બનતા નથી, પણ પાછળથી સ્થાપનાથીજ પાટ ઉપર વીરાજમાન થાય છે; અને પૂજ્ય બને છે. હવે કહો સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે કે નહિ ? આમ અમે સુત્રની સાક્ષીદી તથા તરાપંથીઓની રીતભાતથી સ્થાપના મહત્વ સિદ્ધ કરી આપ્યું છે. વળી જુઓ : ભગવાનની વાણુની કાગળ ઉપર શાહીથી સ્થાપના કરવામાં આવે છે, એ અક્ષરરૂપ સ્થાપનાને તમે વાંચો છો, અને તે લોકોને સંભળાવી તમે સ્વાર્થ સિદ્ધ કરે છે. તે પછી સ્થાપના નિરર્થક છે, એમ કહેવું શું ખોટું નથી? હવે તમારા શ્રાવકેના હાલ સાંભળે કોઈ ગૃહસ્થની પુત્રી મરણ પામે છે, અને તેને જમાઈ બીજી સ્ત્રી સાથે બીજી વખત વિવાહ કરે છે, તે એ સ્ત્રોને, પૂર્વપુત્રીનો પિતા, ભાવદ્રારા પિતાની પુત્રી માની લે છે, એ પણ સ્થાપના નિક્ષેપ છે. અપુત્ર તેરાપંથી, ગૃહસ્થ પિતાનો વંશ ચલાવવા, બીજાના પુત્રને દત્તક લે છે, એ પણ સ્થાપના છે. આ બધી સ્થાપનાઓને માન્ય રાખવી, અને માત્ર ભગવાનની સ્થાપના નિક્ષેપાનેજ દોષપાત્ર માનવી, એ શું જાય છે?
પં–વ્ય નિક્ષેપા નિરર્થક છે, તેથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી.
જેને –તમારું આ કહેવું પણ ખોટું છે. વસ, પાત્ર, આઘે, મુહપત્તિ, પુસ્તક, દ્રવ્ય અથાંત વસ્તુઓ તમે નિરંતર ભંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com